સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલા આદેશ્વર પાર્કમાં મોબાઇલ ટાવર નાંખવાની મંજુરી તંત્ર દ્વારા આપવામાં વર્ષ 2021માં આવી હતી. ત્યારે મોબાઇલ ટાવરથી નીકળતા રેડીયેશનના જોખમને ધ્યાને લઇ આ વિસ્તારના રહીશોએ મોબાઈલ ટાવરની મંજૂરી રદ કરવા કલેકટર કચેરીમાં લેખિત રજૂઆતો કરી હતી. ત્યારબાદ આ ટાવર ચાલુ જ થયો ન હતો. ત્યારે ગુરૂવારે મોબાઈલ કંપની દ્વારા અંતે ટાવર ઉતારી લેવાયો હતો.
સુરેન્દ્રનગર શહેરમાં મોબાઇલ ધારકોની સંખ્યા વધતા ઠેર-ઠેર મોબાઇલ ટાવરો ઉભા કરાય છે. તેમાં રહેણાંક વિસ્તારોમાં ઉભા કરાયેલા મોબાઇલ ટાવરથી રહીશોને સ્વાસ્થ્યનો ખતરો રહેલો છે. મોબાઇલ ટાવરના કારણે લોકો ઘણી બધી બિમારીઓનો ભોગ બને છે. ત્યારે વર્ષ 2021માં રતનપરના આદેશ્વર પાર્કમાં મોબાઇલ ટાવર નાંખવાની કામગીરીને મંજૂરી મળતા રહીશોમાં રોષ ફેલાયો છે. જેમાં જે તે સમયે રહીશોએ કલેકટર કચેરીમાં રજૂઆતો પણ કરી હતી. અને આ અંગેની માહિતી અધીકાર એકટ હેઠળ માહિતી માંગવામાં આવતા મોબાઈલ ગેરકાયદેસર રીતે નિયમોનો ભંગ કરીને ઉભો કરાયો હતો. જયારે આ અંગે વીજ કંપનીમાં પણ રજૂઆતો થતા વીજ કંપનીએ વીજ કનેકશન પણ આપ્યુ ન હતુ. આથી છેલ્લા ઘણા સમયથી ટાવર જેમના તેમ ઉભો હતો. ત્યારે ગુરૂવારે મોબાઈલ કંપની દ્વારા જ આ ટાવર ઉતારી લેવામાં આવ્યો છે. આમ, આ વિસ્તારના રહીશોના વિરોધના લીધે ત્યાં મોબાઈલ ટાવર તૈનાત થયો. પરંતુ ચાલુ થઈ શકયો ન હતો.
Source link