GUJARAT

Viramgam: વિરમગામના વિકાસપથ પર દિવાળીથી અંધારપટ

વિરમગામ શહેરમાં નગર સેવા સદન સામેથી પસાર થતા અલીગઢ, પોલીસ લાઈન વિસ્તાર પાસેથી માંડલ તરફ્ જતા માર્ગને વિકાસપથ માર્ગ જાહેર કરાયેલો છે. પરંતુ આ માર્ગ હાલ વિનાશ પથમાં ફેરવાઈ ગયો છે.

આ માર્ગ પર લાઇન્સ આંખની હોસ્પિટલ થી આગળ પોલીસ લાઈન સુધી સ્ટ્રીટ લાઈટો દીપાવલી સમયથી બંધ હોવાથી અંધારપટમાં ફેરવાય ગયો છે. ત્યારે આ માર્ગ પર બંને બાજુ વરસાદી પાણી નિકાલ માટે નાની પાકી ગટર લાઈન અને તેની પાસે ફુટપાથ બનાવવામાં આવ્યા હતા. જેની હાલત પણ કફેડી બની છે. ઘણી જગ્યાએ જર્જરિત તુટી ગઈ છે. બુરાન કરી દેવાઈ છે. ત્યારે તાજેતરમાં આ માર્ગ પર એક બાજુ વરસાદી પાણીના નિકાલની ગટર લાઈનમાં ભુગર્ભ ગટર અને બીજી તરફ્ માર્ગ પરજ ફૂટપાથ તોડીને તેની જગ્યાએ નીચે પીવાની પાણીની લાઈન કોન્ટ્રાક્ટરો દ્વારા પાથરવામાં આવતા આ માર્ગ વિકાસપથ હોવાની કોઈજ દરકાર રખાઈ નથી. જે કામ દરમિયાનમાં સ્ટ્રીટલાઈટ બંધ થઈ ગઈ છે. આ કામોમાં તંત્રની મીઠી નજર હોવાની ચર્ચાઓ એરણે ચઢી છે. બે મહિના જેટલો સમય થવા છતાં તંત્ર પાસે આ માર્ગ પર ફરી લાઈટના અજવાળા પાથરવા કે ફુટપાથ બનાવવા ફુરસદ નથી.જેથી લોકો પરેશાન છે. શહેર માંથી આ માર્ગ પર રાત્રે તેમજ વહેલી પરોઢે લોકો ચાલવા, ટેહલવા, કસરત માટે આવે જાય છે. એક તરફ્ અંધારપટ છવાયો છે. તો બીજી બાજુ સારી ફૂટપાથ નહિ રહી હોવા સાથે માટી ધુળના ગંજ પથરાયા છે. જેથી ઘણાં લોકોએ અંધારપટ સહિતની સમસ્યાના કારણે અકસ્માત સર્જાવાની બીકથી રાત્રે, વહેલી સવારે ચાલવા આવવા જવાનું બંધ કરી દીધાનું લોકો જણાવી રહ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button