સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી હાઈવે પર પેટ્રોલિંગ કરી રહેલ એલસીબી ટીમને પાણશીણાથી લીંબડી તરફ ટ્રકમાં દારૂ આવતો હોવાની બાતમી મળતા ઓનેસ્ટ હોટલ પાસે વોચ રખાઈ હતી. જેમાં પંજાબથી કચ્છના સામખીયાણી જતો વિપુલ માત્રામાં વિદેશી દારૂ અને બિયર પકડાયુ હતુ. પોલીસે ટ્રકના કલીનર-ડ્રાઈવરને દારૂ, બિયર, ટ્રક, પ્લાસ્ટીક સ્ક્રેપ સહિત રૂ. 49,37,117ની મત્તા સાથે ઝડપી લઈ 31 ડિસેમ્બર પહેલા દારૂ એકત્ર કરવાના બુટલેગરોના કીમિયા પર પાણી ફેરવી દીધુ છે.
થર્ટી ફર્સ્ટ દારૂનો સ્ટોક કરવા લાગ્યા છે. ત્યારે પંજાબથી કચ્છ જતા વિદેશી દારૂના જથ્થાને એલસીબી ટીમે લીંબડી હાઈવે પરથી ઝડપી લીધો છે. મળતી માહીતી મુજબ એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી સ્ટાફના પીએસઆઈ જે.વાય.પઠાણ, કુલદીપભાઈ, પ્રવીણભાઈ, વજાભાઈ સહિતનાઓ લીંબડી હાઈવે પર બુધવારે સાંજે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે પાણશીણાથી લીંબડી તરફ ટ્રકમાં વિદેશી દારૂ આવતો હોવાની બાતમી મળતા ઓનેસ્ટ હોટલ પાસે વોચ રખાઈ હતી. જેમાં શંકાસ્પદ ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા ટ્રકમાં પ્લાસ્ટીક સ્ક્રેપની આડમાં વિદેશી દારૂ હોવાનું સામે આવ્યુ હતુ. પોલીસે ટ્રકના ડ્રાઈવર રાજસ્થાનના સુરેશ પોલારામ મેઘવાળ અને કલીનર પારસરામ હીરારામ બીશ્નોઈની પુછપરછ કરતા આ દારૂ પંજાબના લુધીયાણાથી ડુંગરારામ મોહનલાલ મેઘવાળે ભરી આપ્યો હોવાનું તથા દારૂ સામખીયાળી પહોંચાડવાનો હોવાનું જણાવ્યુ હતુ. જયારે ટ્રકમાં તપાસ કરતા પ્લાસ્ટીક સ્ક્રેપની આડમાં વિદેશી દારૂની 4147 બોટલ અને 6971 બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે રૂ.30,81,953નો દારૂ, 7,24,164ના બીયર, રૂ.10 લાખનો ટ્રક, રૂ. 1.20 લાખનો 120 મણ પ્લાસ્ટીક સ્ક્રેપ સહિત રૂ. 49,37,117ની મત્તા જપ્ત કરી ઝડપાયેલા 2 ઉપરાંત દારૂ, મોકલનાર, ભરી આપનાર, મંગાવનાર તમામ સામે લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Source link