ગુજરાતની અંદર ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, પહેલા વરસાદથી અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી હતી. જેને લઈ ખેડૂતોને ઘણી નુકસાનીનો સામનો કરવો પડ્યો છે, ત્યારે ખેડૂતો બે પાંદડે થવા માટે રવિ પાકનો સહારો લઈ રહ્યા છે. ત્યારે રવિ પાકની અંદર હાલ ખેડુતોએ જીરું, ઘઉં, ડાંગર જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યુ છે.
ખાતરની 10 થેલી સાથે એક ઓલીઅલાઈટ આઈપીએલ મલ્ટી ખાતર ફરજિયાત આપવામાં આવતું હોવાની ખેડૂતોમાં રાવ
જેની અંદર ડીઓપી ખાતર અને યુરિયા ખાતરની જરૂર પડતી હોય જેને લઈ ખેડૂતોને યુરિયા અને ડીઓપી ખાતરની ખરીદી કરવી પડી રહી હોય, ત્યારે લખતર તાલુકાના વિઠ્ઠલગઢ નજીક ગાંગળના પાટીયા પાસે આવેલ ગુજકો માર્શલનો ડેપો આવેલો છે, જેમાં ખાતરની 10 થેલી સાથે એક ઓલીઅલાઈટ આઈપીએલ મલ્ટી ખાતર ફરજિયાત આપવામાં આવતું હોવાની ખેડૂતોમાં રાવ ઉઠવા પામી છે. જેમાં ખેડૂતો દ્વારા રજૂઆત કરતા તપાસ કરતા ગુજકો માર્શલ ડેપોના સુપરવાઈઝર અલ્કેશભાઈ શીંધવ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઉપરથી જ અમને ફરજિયાત ઓલીઅલાઈટ આઈપીએલ મલ્ટી ખાતર યુરિયા ખાતર સાથે આપવાનું કહેવામાં આવ્યું છે.
ગુજકો માર્શલ ડેપોના સુપરવાઈઝરે આપ્યો આ જવાબ
જેને લઈ અમે દરેક ખેડૂતોને સમજાવી અને ઓલીઅલાઈટ આઈપીએલ મલ્ટી ખાતર નેનો લિકવિડ ડીએપી આપવામાં આવે છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા ઓફિસર ગુજકો માર્શલ ઓફિસર ભાવશી બારડ સાહેબને પૂછતા બારડે પણ ઉપરથી ફરજિયાત યુરિયા ખાતર તથા ડીઓપી ખાતરની સાથે ઓલીઅલાઈટ આઈપીએલ મલ્ટી ખાતર અને ડીએપી સાથે નેનો લિક્વિડ આપવામાં આવે છે, જેને લઈ અમે લોકો ખેડૂતોને સમજાવીને લિક્વિડ ડીએપી અને યુરિયા અને મલ્ટી ખાતર પણ સમજાવીને આપીએ છીએ.
મલ્ટી ખાતર ખેડૂતોને પધરાવતા ખેડૂતોમાં ભરપૂર રોષ
ગુજકો માર્શલ દ્વારા ઉપરથી જ આ મલ્ટી ફરજિયાત આપવામાં આવે છે અને જો કોઈ ડેપો ધારક આ ચીજ વસ્તુઓના લે તો તેને ગુજકો માર્શલ દ્વારા ખાતર આપવામાં આવતું નથી, જેને લઈ ડેપો ધારક દ્વારા ખેડૂતોને મલ્ટી ખાતર અને નેનો ડીઓપી ફરજિયાત પધરાવી દેવામાં આવે છે. લિક્વિડ નેનો ડીએપી અને મલ્ટી ખાતર ખેડૂતોને પધરાવતા ખેડૂતોમાં ભરપૂર રોષ જોવા મળ્યો હતો.
Source link