ભાવનગર શહેરમાં લુખ્ખા અને અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો કોઈ ડર જ ના હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આવો જ એક કિસ્સોમાં શહેરમાંથી સામે આવ્યો છે, જેમાં આવારા ઈસમએ ખુલ્લી તલવાર લઈ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. શહેરમાં ખારગેટ પાસે મકાનમાં જ મોબાઈલ રીપેરીંગની સામગ્રીની તોડફોડ કરીને ખુલ્લી તલવાર લઈને ઈસમ દોડી આવ્યો હતો.
પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
ખારગેટ પાસે મોબાઈલ રીપેરીંગનો વ્યવસાય કરતા યુવાન પાસે 2 યુવકો ગાડી માગવા આવ્યા હતા, જેને ના પાડતા યુવકો તલવાર લઈ દોડી આવ્યા હતા અને મોબાઈલની દુકાનમાં તોડફોડ કરીને ખુલ્લી તલવાર વડે મહિલાને પણ ગળું દબાવી બીભત્સ ગાળો આપી હતી, આમ ખુલ્લી તલવાર સાથે આ લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો. ત્યારે યુવકે બંને ઈસમો વિરુદ્ધ ગંગાજળીયા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટના રૂખડીયાપરામાં લુખ્ખાતત્વોનો આતંક
બીજી તરફ રાજકોટમાં પણ એક બાદ એક પોલીસને પડકાર ફેંકતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. રાજકોટના રૂખડીયાપરા વિસ્તારમાં લુખ્ખાઓનો આતંક જોવા મળી રહ્યો છે. ખુલ્લી તલવાર, તીક્ષ્ણ હથિયારથી લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો છે. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. ખુલ્લી તલવાર, કુહાડી જેવા તિક્ષ્ણ હથિયાર લઈને અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. આતંક મચાવતા લુખ્ખાઓએ એક વ્યક્તિ પર હુમલો કર્યો છે. ત્યારે ઈજાગ્રસ્ત થયેલા યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Source link