GUJARAT

Amreliમાં ચાલતા ગેરકાયદેસર સ્પા સામે કાર્યવાહી, નગરપાલિકાએ સ્પાને કર્યું સીલ

અમરેલી નગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયેદસર ચાલતા સ્પા સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. અમરેલી શહેરમાં આવેલા અયોધ્યા એપાર્ટમેન્ટમાં ચાલતા સ્પાને સીલ મારવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા અયોધ્યા એપાર્ટમેન્ટના રહીશો દ્વારા પાલિકા ખાતે હોબાળો મચાવ્યો હતો. ત્યારબાદ પાલિકા દ્વારા અયોધ્યા એપાર્ટમેન્ટમાં ચાલતા તમામ સ્પાને નોટીસ આપવામાં આવી હતી.

સ્થાનિકોએ હોબાળો મચાવતા નગરપાલિકાએ આપી હતી નોટિસ

હાલ સ્પાની દુકાનો સીલ થતાં દુકાનદારોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. દુકાનદારોએ પાલિકા સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પાલિકા સ્પા સીલ કરવા આવી ત્યારે અમારી દુકાનોને ક્યા કારણે સીલ મારવામાં આવ્યું, તેની કોઈ નોટીસ આપવામાં આવી નથી, અમરેલી નગરપાલિકા દ્વારા અયોધ્યા એપાર્ટમેન્ટમાં ચાલતા સ્પા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે તો શહેરમાં બીજા અન્ય સ્પા સામે શું પગલા લેવામાં આવશે તે જોવાનું રહ્યું.

થોડા દિવસ પહેલા જ સ્થાનિકોએ પાડી હતી રેડ

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી અમરેલી શહેરમાં ઠેક ઠેકાણે સ્પાના હાટડાઓ શરૂ થઈ ગયા હતા અને છેલ્લા 2-3 વર્ષથી ગેરકાયદેસર રીતે રહેણાંક જગ્યાઓમાં સ્પા સેન્ટર ચાલી રહ્યા હતા, જેના કારણે સ્થાનિક રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો, કારણ કે સ્પાની આડમાં ગોરખધંધા પણ ચાલતા હતા અને સ્થાનિકોને ત્યાંથી નીકળવું પણ ભારે પડી જતું હતું. થોડા દિવસ પહેલા જ અમરેલી નગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય પગલાં નહીં લેવામાં આવતા મહિલાઓએ રણચંડી બનીને સ્પા સેન્ટરોમાં ત્રાટકી હતી અને સ્થાનિક મહિલાઓએ હલ્લાબોલ કરતા ગેરકાયદેસર ચાલતા સ્પાના સંચાલકો ઉભી પુંછડીએ ભાગી ગયા હતા. ત્યારે આ ઘટના બન્યા બાદ આ સમગ્ર મામલે સ્થાનિકો અમરેલી એસપી કચેરી પહોંચ્યા હતા અને અમરેલી નવનિયુક્ત એસપી સંજય ખરાટે અમરેલી સહિત જિલ્લાભરના તમામ સ્પા સેન્ટરો બંધ કરાવવાની ખાતરી આપી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button