રાજ્યના સરકારી કર્મચારીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગનો પરિપત્ર મુજબ, રાજ્ય સરકારમાં ફરજ બજાવતા કર્મચારી અને અધિકારીઓ એકવાર CCC કે CCC+ની પરીક્ષા પાસ કર્યા બાદ પુન આપવાની રહેશે નહીં..
રાજ્ય સરકારમાં સીધી ભરતીથી લાગેલા વર્ગ-3ના કર્મચારીઓમાં કોમ્પ્યુટર કૌશલ્યની CCCની પરીક્ષા અને વર્ગ 1 અને વર્ગ 2ને CCC+ની પરીક્ષા પાસ કરવાની રહે છે, જોકે આ કર્મચારી કે અધિકારી એકવાર પરીક્ષા પાસ કર્યા બાદ સરકારની જ અન્ય નોકરીમાં જોડાયા તો તેને કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પુનઃ આપવી પડતી હતી.આથી સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર કરી આવા સરકારી નોકરીમાં અન્ય જગ્યાએ જોડાય તો તેને અગાઉ પાસ કરેલી સીસીસી અને સીસીસી પ્લસ ની પરીક્ષા ને માન્ય રાખવાનો નિર્ણય કર્યો
સરકારી કર્મચારીઓને CCC અને CCC+ની પરીક્ષા પુનઃ નહીં આપવી પડે… એકવાર પરીક્ષા પાસ કર્યા પછી ફરી નહીં આપવી પડે તેવો સામાન્ય વહીવટ વિભાગનો પરિપત્ર જાહેર કર્યો છે. વર્ગ-3ના કર્મચારીઓને કોમ્પ્યુટર કૌશલ માટે CCCની પરીક્ષા અને વર્ગ-1, 2ના અધિકારીઓએ માટે CCC+ની પરીક્ષા હોય છે. અન્ય સરકારી નોકરીમાં જોડાય તો પરીક્ષા આપવી પડે છે. જોકે, રાજ્ય સરકારમાં ફરજ બજાવતા કર્મચારી અને અધિકારીઓ એકવાર CCC કે CCC+ની પરીક્ષા પાસ કર્યા બાદ પુન આપવાની નહીં પડે. કારણ કે, અગાઉ પરીક્ષા પાસ કરી હશે તો ફરી પરીક્ષા આપવી પડે નહીં.
Source link