અમદાવાદમાં રખિયાલ-બાપુનગરમાં અસામાજિક તત્વોના આતંક મામલે બંને મુખ્ય આરોપીઓના મકાન તોડવા AMC લીગલ કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જરે કમિશનરને પત્ર લખ્યો છે.
રખિયાલ-બાપુનગરમાં અસામાજિક તત્વોનો તરખાટ વધી ગયો છે. આ તત્વોને પોલીસે કાયદાનું ભાગ કરાવીને વરઘોડો કાઢ્યો હતો અને જાહેરમાં જનતાની માફી મગાવામાં આવી હતી. જોકે રખિયાલ-બાપુનગરમાં અસામાજિક તત્વોના આતંક મામલે બંને મુખ્ય આરોપીઓના મકાન તોડવા AMC લીગલ કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જરે કમિશનરને પત્ર લખ્યો છે. બંને આરોપીઓના મકાન ગેરકાયદે હોવાથી મકાનો તોડવામાં આવે તેવી AMC લીગલ કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જરે કમિશનરને રજુઆત કરી છે.
2019માં અકબર નગર છાપરા વિસ્તારમાં સરવે કરી ત્યાંનાં લોકોને મકાન ફાળવી દેવામાં આવ્યા છે. આ અસામાજીક તત્વો ગેરકાયદે રીતે રહે છે. બંને આરોપીઓનું વર્તન સરકાર અને સમાજ વિરોધી જણાય છે.તેમના મકાન તત્કાલિક તોડવા કમિશનરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.
Source link