ગ્લોબલ સ્ટાર રામ ચરણની ફિલ્મ ‘ગેમ ચેન્જર’ની શનિવારે યુએસએના ડલાસમાં કર્ટિસ કલવેલ સેન્ટર ખાતે ભવ્ય પ્રી-રિલીઝ ઈવેન્ટ યોજાઇ હતી. આ ફિલ્મ 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ત્યારે આ ફિલ્મને લઇને ડલાસમાં યોજાયેલ મેગા પ્રિ રિલીઝ ઇવેન્ટમાં ચાહકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ચાહકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો. શનિવારની રાત ડલાસમાં આ ફિલ્મના ચાહકો માટે યાદગાર બની ગઇ હતી.
ડલાસમાં મેગા પ્રિ રિલીઝ ઇવેન્ટ
મહત્વનું છે કે ત્રણ વર્ષની રાહ જોયા પછી, મુખ્ય ભૂમિકામાં રામ ચરણનું સિલ્વર સ્ક્રીન પર બહુપ્રતીક્ષિત વાપસી ફિલ્મ ‘ગેમ ચેન્જર’ની રિલીઝ સાથે પૂર્ણ થશે. આ ફિલ્મ 10 જાન્યુઆરી 2025ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેનું નિર્દેશન એસ શંકર દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં કિયારા અડવાણી, એસજે સૂર્યા, નાસાર, સુનીલ પ્રકાશ રાજ અને જયરામ મુખ્ય ભૂમિકામાં છે.
નિર્માતાઓ અને રામ ચરણે ગીત અને પોસ્ટર રિલીઝ અને પ્રી-રિલીઝ ઈવેન્ટ્સ દ્વારા ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે. રામ ચરણે તેમના સોશિયલ મીડિયા પર ડલ્લાસ, યુએસએમાં પ્રી-રિલિઝ ઇવેન્ટની તારીખ અને સ્થળની જાહેરાત કરી હતી. સામે આવેલા વીડિયામાં રામ ચરણ સફેદ શર્ટ અને જેકેટ પહેરેલું જોવા મળ્યું હતું.
લખનૌમાં લોન્ચ થયુ ટ્રેલર
ઉલ્લેખનીય છે કે ગેમ ચેન્જરની ચર્ચા અમેરિકામાં પણ એટલી જ જોવા મળી રહી છે. ચાહકો રામ ચરણના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઓસ્કાર વિજેતા RRR જેવી ફિલ્મોમાં તેની અદભૂત હાજરી અને સારા ટ્રેક રેકોર્ડ સાથે, ગેમ ચેન્જર વૈશ્વિક બોક્સ ઓફિસ પર ભારે હલચલ મચાવશે તેવી અપેક્ષા છે. ફિલ્મનું ટીઝર લખનૌમાં એક ભવ્ય કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં કિયારા અને ડિરેક્ટર એસ શંકર સહિત ‘ગેમ ચેન્જર’ની ટીમે હાજરી આપી હતી
કેવુ છે ટીઝર ?
એક મિનિટથી વધુ લાંબા ‘ગેમ ચેન્જર’ ટીઝરમાં રામ ચરણને શિક્ષણથી લઈને એક્શન સુધી દર્શાવવામાં આવ્યુો છે. ક્લિપમાં તે ગુંડાઓ સાથે લડતો અને કિયારા અડવાણી સાથે રોમાન્સ કરતો જોવા મળે છે. અહેવાલ મુજબ, આ ફિલ્મ રાજકારણની દુનિયા અને એક ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીની વાર્તાની આસપાસ ફરે છે જે ભ્રષ્ટ રાજકારણીઓનો સામનો કરે છે અને ન્યાયી ચૂંટણીઓ માટે લડે છે.
Source link