અમદાવાદના સાબરમતી બ્લાસ્ટ મુદ્દે મોટી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી રુપેન બારોટ સહિત અન્ય બે ની ધરપકડ કરવામાં આવી છે,બોમ્બ બનાવવામાં મદદ કરનાર રોહન રાવળની ધરપકડ કરવામાં આવી છે,આરોપી પાસેથી એક તમંચો અને 5 જીવતા કારતૂસ મળી આવ્યા છે.ફરાર બે આરોપીઓની પોલીસે ચાંદખેડાના ત્રાગડ ખાતેથી ધરપકડ કરી છે,તો ગઈકાલે આરોપી ગૌરવ ગઢવીને ઝડપી પાડયો હતો.
અમદાવાદ ઝોન 2ના DCP ભરત રાઠોડનું નિવેદન
આ મામલે નાયબ પોલીસ કમિશનરનું કહેવું છે કે,બોમ્બ અને દેશી તમંચો રૂપેને બનાવ્યા હતા અને ઈન્ટરનેટના માધ્યમથી ઘરે બોમ્બ બનાવ્યા હતા,રૂપેનને પત્ની સાથે પારિવારિક તકરાર હતી અને તેણે છૂટાછેડાનો કેસ કર્યો હતો જેમાં બળદેવ સુખડિયાનો હાથ હોવાનું માની હત્યાનો પ્લાન કર્યો હતો તો 12 વોલ્ટની બેટરી સાથે સર્કિટ ફીટ કરી બોમ્બ મોકલ્યો હતા અને રોહન રાવળે રીમોટ વડે બ્લાસ્ટ કર્યો હતો પત્ની, પિતા અને ભાઈની હત્યા માટે બોમ્બ બનાવ્યા હતા.
4-5 મહિનાથી પ્લાનીંગ કરતો હતો : DCP ભરત રાઠોડ
આ સમગ્ર મામલે આરોપી રૂપેન બારોટ ચાર-પાચ મહિનાથી પ્લાનિંગ કરતો હતો અને બળદેવની હત્યા કેમ થાય તેને લઈ મગજ દોડાવતો હતો,પોલીસે રૂપેનના ઘરે તપાસ કરી તો તેમાંથી બોમ્બ અને સામાન મળી આવ્યો છે.રિમોટના ટેસ્ટ કર્યા હતા, બોમ્બ ટેસ્ટ કર્યા નથી તો બોમ્બ, પાર્સલ બનાવી બળદેવના ઘરે ગયો હતો અને બીજા દિવસે સવારે પાર્સલ આપી બ્લાસ્ટ કર્યો હતો,તો સમગ્ર ઘટનામાં ગૌરવ ગઢવીને ખબર હતી કે બોમ્બ છે એટલે તે બટન દબાવીને ભાગી ગયો હતો.રૂપેન 12 સાયન્સ સુધી ભણેલો છે અને પાઈપ બોમ્બની તિવ્રતા વધુ હતી જે પોલીસને મળી આવ્યા છે.
આરોપી રૂપેણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
મુખ્ય આરોપી રૂપેણના ઘરેથી હથિયાર મળી આવ્યા છે જેના કારણે પોલીસ પણ ચૌંકી ઉઠી છે,આરોપી રૂપેણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને પહેલીથી ક્રાઈમના અલગ-અલગ ગુનાઓ આરોપી આચરી ચૂકયો છે,આરોપીએ અમદાવાદમાં અને અમદાવાદ બહાર કેટલા ગુના કર્યા છે તે દિશામાં લોકલ પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી છે,પોલીસે આસપાસના લોકોના નિવેદન પણ લીધા છે,આરોપી રૂપેણ કેટલા સમયથી ફલેટમાં રહેતો હતો અને કોણ-કોણ અવર-જવર કરતુ હતુ તે દિશામાં પણ પોલીસે તપાસ કરી છે.
જાણો શું હતી સમગ્ર ઘટના
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. સાબરમતી એરિયામાં આવેલા શિવમ રો હાઉસ ખાતે એક પાર્સલમાં બેટરી બ્લાસ્ટની ઘટના બનતાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતાં પાર્સલ રિસિવ કરનાર બળદેવભાઈના કાકાનો દીકરો અને પાર્સલ લઈને આવનાર ઘાયલ થતાં લોહી લુહાણ થયા હતા. પાર્સલ લાવનારનો હાથ ફાટી ગયો છે. જેમને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં પોલીસે ગૌરવ ગઢવી નામના યુવકની ધરપકડ કરી હતી.પાર્સલ રિસિવ કરતી વખતે અચાનક ધડાકાભેર બેટરી ફાટતાં મોટો બ્લાસ્ટ થયો હતો. જેના લીધે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા.
Source link