અમદાવાદ પોલીસ જ્યારે જ્યારે સારુ કામ કરે છે ત્યારે ત્યારે સંદેશ હંમેશા પોલીસની પ્રશંસા કરે છે પરંતુ કાયદાનું પાલન કરાવનારી પોલીસ જયારે કાયદાનું ઉલંધન કરે છે ત્યારે અમારી ફરજ છે કે પોલીસને પણ આમ નાગરીકની જેમ કાયદો લાગુ પડ઼ે છે અને તે કાયદાનું ભાન થાય તેવો અરિસો બાતવવું સંદેશનું કર્તવ્ય છે.
શું કાયદો ખાલી જનતા માટે જ છે !
છેલ્લા ઘણા સમયથી પોલીસ નાઈટ કોમ્બીંગ કરીને જે નાગરીકો મોટર વ્હીકલ એક્ટનું પાલન નથી કરતા તેમને મોટા મોટા દંડ આપી આરટીઓ કચેરીમાં દેડ ભરવા મોકલી રહી છે અને આ એક સારી બાબત છે કે જે લોકો ઓવર સ્પિડ ગાડી ચલાવે છે, ગાડીના કાચને બ્લેક ફિલ્મ રાખે છે, ગાડીને નંબર પ્લેટ નથી રાખતે તેઓને દંડવા જ જોઈએ અને પોલીસ આ કાર્ય ખુબ કર્તવ્યનિષ્ઠ થઈને કરી રહી છે ત્યારે અમને વિચાર આવ્યો કે જે પોલીસ રસ્તા પર બ્લેક ફિલ્મની ગાડીઓ શોધી રહી છે ત્યારે સંદેશ ન્યુઝે અમદાવાદના 20 કરતા વધુ પોલિસ સ્ટેશનનું રિયાલીટી ચેક કર્યું અને તપાસ કરી કે ખરેખર શું આમ નાગરીકો જ બ્લેક ફિલ્મની ગાડીઓ વાપરે છે ? ત્યારે આ રીયાલીટી ચેકમાં એક વાત સામે આવી કે અમદાવાદમાં એવુ એક પણ પોલિસ સ્ટેશન નથી જેમાં પોલીસ કર્મચારીઓ બ્લેક ફિલ્મ, નંબર પ્લેટ વગરની ગાડીઓ ન વાપરતી હોય..અહીં સવાલ એ થાય છે કે શું કાયદો આમ જનતા માટે જ છે ?
સંદેશ ન્યુઝે અમદાવાદના 20 પોલીસ સ્ટેશનનું કર્યું રિયાલીટી ચેક
01-અમદાવાદના પૂર્વ અને પચ્છિમ બંન્ને પોલીસ સ્ટેશનું કર્યું રિયાલીટી ચેક
02-શહેરના પોલિસ સ્ટેશનોમાં 100 થી વધુ બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરની ગાડીઓ જોવા મળી
04-અમદાવાદના રસ્તા પર દોડતી બ્લેક કાચ વાળી ગાડીઓ પબ્લીક કરતા પોલીસની વધુ
આ છે કાળા કાચ અને નંબર પ્લેટ વગરની પોલીસ ગાડીઓ
01-પોલીસ દ્વારા કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓનો ઉપયોગ નિયમવિરોધી છે.
02-આ કાયદાનું ઉલ્લંઘન સામાન્ય નાગરિકો માટે ગંભીર શાસ્તી બની શકે છે, ત્યારે પોલીસ માટે અલગ નિયમ કેમ?
03-ટ્રાફિક સેફ્ટી અને પારદર્શકતાના હેતુથી આવા નિયમો લાદવામાં આવ્યા છે.
04-પોલીસ દ્વારા આવા ગાડીઓનો ઉપયોગ કરવામાં આવે છે તે ન્યાયસંગત છે કે નહીં, તે ચર્ચાનો વિષય છે.
05-આવા વાહનો દુરુપયોગ અને સત્તાની ગેરવ્યવહારના આશંકા ઉભી કરે છે.
06-શું નિયમ કાયદા બનાવનારા અને કાયદા રક્ષકો માટે સમાન છે?
આરટીઓના નિયમ પોલીસને નહી !
અમદાવાદના રસ્તાઓ પર આવી ઘણી પોલીસ ગાડીઓ જોવા મળી રહી છે, જે કેન્દ્ર સરકારના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. બ્લેક ફિલ્મ લગાવવી અને ગાડીના નંબર પ્લેટ વગર ફરવું આ નીતિએ શું પોલીસ માટે અલગ છે?અમારી સંદેશ ન્યુઝની ટીમે અમદાવાદના અલગ અલગ પોલિસ સ્ટેશન જઈને ચેક કર્યું તો તમામ પોલિસ સ્ટેશનમાં એક થી લઈ પાંચ કે સાત ગાડીઓ અમને કાળા કાચ, નંબર પ્લેટ વગરની પ્રાયવેટ ગાડીમાં પોલીસના બોર્ડ સાથે જોવા મળી.. ત્યારે સવાલ અહીં એ થાય છે કે શું કાયદો અને વ્યવસ્થા પોલીસ પ્રશાસન માટે નથી ? RTOના નિયમો પોલીસને લાગુ પડતા નથી ?
કયા પોલીસ સ્ટેશનમાં શું હાલત જોવા મળી
01-આનંદનગર પોલિસ સ્ટેશનમાં 2 કાર કાળા કાચ સાથે જોવા મળી
02-એસ.પી કચેરી ગ્રામ્ય- સરખેજ 10થી વધુ કાર કાળાકાચ, નંબર પ્લેટ વગરની અને કેટલીક કાર પર પોલીસની પ્લેટ
03-સરખેજ પોલીસ સ્ટેશન ૪ કાર કાળા કાચ અને નંબર પ્લેટ વગરની
04-વેજલપુર પોલીસ સ્ટેશન ૨ કાર બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરની
05-વાસણા પોલિસ સ્ટેશન 1 બ્લેક કાચ નંબર પ્લેટ વગરની કાર
06-નારાણપુરા બ્લેક કાચ 1 બ્લેક કાચ નંબર પ્લેટ વગરની કાર
07-વાડજ પોલિસ સ્ટેશ 2 બ્લેક કાચ અને નંબર પ્લેટ વગરની કાર
08-સોલા પોલીસ સ્ટેશન 1 બ્લેક કાચ વાળી કાર જોવા મળી
09-ઘાટલોડિયા પોલીસ સ્ટેશન 2 બ્લેક કાચ વાળી કાર જોવા મળી
10-રાણીપ પોલીસ સ્ટેશન 2 કાર કાળા કાચ અને નંબર પ્લેટ વગરની જોવા મળી
11-SP કચેરી પશ્ચિમ રેલવે પોલીસ રાણીપ 5 કાર નંબર પ્લેટ વગરની કાળા કાચ અને પોલીસ પ્લેટ સાથે જોવા મળી
12-સાબરમતી પોલીસ સ્ટેશન 3 કાર બ્લેક કાચ પોલીસ પ્લેટ સાથે નંબર પ્લેટ વગરની જોવા મળી
કાયદાનું પાલન તો કરો પોલીસ
મહત્વનું છે કે માત્ર પોલીસ સ્ટેશનમાં જ નહીં અમે પોલીસ લાઈનમાં અને મદદનીશ પોલીસ કમિશનર કચેરીઓમાં પણ તપાસ કરી તો ત્યાં પણ અમને ઢગલાબંધ ગાડીઓ બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરની જોવા મળી હતી જેમાં મદદનીશ પોલીસ કમિશનર કચેરી L ડિવિઝન સાબરમતી અને ચાંદખેડા પોલીસ લાઈનમાં ઉભેલી ગાડીઓ પર એકવાર નજર કરીએ.
“નિયમો નાગરિકો માટે છે, પરંતુ શું તે કાયદા પોલીસ માટે લાગુ નથી પડે?”
“મોટર વાહન કાયદા મુજબ, કાળા કાચ વાપરવો અને ગાડીઓ પર નંબર પ્લેટ ન લગાવવી સ્પષ્ટપણે ગેરકાયદેસર છે. આમ છતાં, પોલીસની કેટલીક ગાડીઓમાં આ નિયમોનું ઉલ્લંઘન થાય છે.”
“આ ગાડીઓની ઓળખ છુપાવવાના પ્રયાસો કેમ? શું તે અમુક ગેરકાનૂની પ્રવૃત્તિઓ છુપાવવા માટે થાય છે?”
“જ્યારે નાગરિકો માટે કડક નિયમો છે, ત્યારે પોલીસ પર આ કાયદા કેમ લાગુ નથી થતા?”
“આ સવાલ એ છે કે શું કાયદા રક્ષકો પણ કાયદાનો ભંગ કરી શકે છે? અને જો કરે છે, તો આ મુદ્દે જવાબદારી કોણ નક્કી કરશે?”
કયા પોલીસ સ્ટેશનમાં શું હાલત જોવા મળી
નરોડા પોલીસ સ્ટેશન ૨ કાર બ્લેક ફિલ્મ
કૃષ્ણનગર પોલિસ સ્ટેશન 1 કાર બ્લેર ફિલ્મ અને નંબર પ્લેટ વગર
નિકોલ પોલીસ સ્ટેશન 1 કાર બ્લેક ફિલ્મ અને પોલીસ પ્લેટ સાથે
ઓઢવ પોલિસ સ્ટેશન 1 કાર બ્લેક ફિલ્મ અને પોલીસ પ્લેટ સાથે
ગોમતીપુર પોલિસ સ્ટેશન 7 કાર સ્કોર્પિયો જેવી મોંઘીદાટ ગાડીઓ બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગર
મહિલા પીલેસ સ્ટેશન વસ્ત્રાપુર 1 કાર નંબર પ્લેટ વગરની
20 પોલીસ સ્ટેશનમાં કર્યુ રિયાલીટી ચેક
અમે અમદાવાદના 20 જેટલા પોલીસ સ્ટેશનમાં રિયાલીટી ચેક કર્યું જેમાં આ દ્રશ્યો સામે આવ્યા જયારે સવાલ અહીં એ પણ છે કે અમદાવાદના તમામ પોલીસ સ્ટેશન અને તમામ શાખાઓમાં કેટલા વાહનો આ રીતે ફરી રહ્યા છે…?
Source link