NATIONAL

Surendranagar: ગાઢ ધુમ્મસને કારણે સાયલા-ચોટીલા હાઇવે પર બે અકસ્માત, જુઓ Video

ઠંડા પવનો. ગુજરાતના ઘણા મહાનગરોમાં તો ઠંડી હાડ થીજવતી તો ઘણી જગ્યાએ સામાન્ય ચમકારો જોવા મળી રહ્યો છે. વહેલી સવારે તો ધુમ્મસનું પ્રમાણ વધારે હોય છે. રસ્તામાં સામે પણ કંઇ દેખાતુ નથી હોતુ. જેને કારણે અકસ્માતના બનાવો બને છે.

ઇજાગ્રસ્તોને ખસેડાયા હોસ્પિટલ

સુરેન્દ્રનગરના સાયલા નજીક ધુમ્મસના કારણે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. અલગ અલગ અકસ્માતમાં 16 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સાયલા નજીક ખાનગી બસ પલટી જતા 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે જ્યારે અન્ય એક ખાનગી બસ ટ્રક પાછળ ઘુસી જતા 6 લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. 

રાજ્યમાં કેવી છે ઠંડી? 

રાજયમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે,20 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચું નોંધાયું છે તો નલિયા 5.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે..રાજકોટ અને નલિયામાં કોલ્ડવેવની આગાહી કરવામા આવી છે,સાથે સાથે પોરબંદરમાં પણ કોલ્ડવેવની આગાહી કરાઈ છે તેમજ 19 જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું નોંધાયું છે.ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીમાં વધારો જોવા મળ્યો છે અને આગામી સમયમાં પણ હજી વધારે ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

જાણો કયાં કેટલું તાપમાન નોંધાયું છે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો રાજકોટમાં 9.4 ડિગ્રી, કેશોદમાં 9.8 ડિગ્રી,પોરબંદરમાં 10.5 ડિગ્રી,અમરેલીમાં 11 ડિગ્રી,સુરેન્દ્રનગરમાં 12.8 ડિગ્રી, ડીસામાં 13.7 ડિગ્રી,અમદાવાદ અને ગાંધીનગરમાં 14.4 ડિગ્રી,ડીસામાં 13.7 ડીગ્રી, વેરાવળમાં 14.7 ડિગ્રી,ભાવનગરમાં 14 ડિગ્રી, મહુવામાં 14.1 ડિગ્રી,વડોદરા અને દ્વારકામાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આગામી બે દિવસ ઠંડી યથાવત રહેવાની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં લો પ્રેશરનું ક્ષેત્ર રચાયું છે. આગામી બે દિવસમાં આ બાબત વધુ સ્પષ્ટ થશે. આ પછી તે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તમિલનાડુના તટ તરફ આગળ વધે તેવી શક્યતા છે. તમિલનાડુના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે અને આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરમાંથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button