ENTERTAINMENT

અલ્લુ અર્જુનનો ફેન નીકળ્યો વોન્ટેડ ગેંગસ્ટર! ‘પુષ્પા 2’ જોતા પોલીસે કરી ધરપકડ

મહારાષ્ટ્રના નાગપુરમાં કેટલાક ફિલ્મ પ્રેમીઓ ‘પુષ્પા 2’માં અલ્લુ અર્જુનની એક્શન જોવા માટે થિયેટરમાં પહોંચ્યા હતા. પરંતુ તેઓને એવી લાઈવ એક્શન જોવા મળી કે જેની તેઓએ ક્યારેય અપેક્ષા ન હોતી કરી!

‘પુષ્પા 2’ ના નાઈટ શો દરમિયાન, પોલીસ સિનેમા હોલમાં પ્રવેશી અને હત્યા અને ડ્રગના કેસમાં વોન્ટેડ વ્યક્તિની ધરપકડ કરી. આ વ્યક્તિ 10 મહિના સુધી પોલીસથી બચી રહ્યો હતો પરંતુ આખરે અલ્લુ અર્જુનની ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ જોતી વખતે પકડાઈ ગયો.

‘પુષ્પા 2’ જોતી વખતે પકડાયો ગેંગસ્ટર

મીડિયા રિપોર્ટ મુજબ પાચપાવલી પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે મેશરામને અલ્લુ અર્જુનની ગેંગસ્ટર ડ્રામા ફિલ્મમાં રસ હોવાની જાણ પોલીસને થયા બાદ તેને પકડવામાં આવ્યો હતો.

મેશરામ વિરુદ્ધ 27 કેસ નોંધાયેલા છે, જેમાંથી બે હત્યા અને ડ્રગ્સની હેરાફેરી સાથે સંબંધિત છે. તે તેના હિંસક વલણ માટે જાણીતો છે અને તે અગાઉ પણ પોલીસ પર હુમલો કરી ચૂક્યો છે. સાયબર સર્વેલન્સ અને તેની એસયુવી કારની હિલચાલ ટ્રેકિંગ દ્વારા વહીવટીતંત્ર સતત તેની પાછળ હતું.

પોલીસ આવી ત્યારે ક્લાઈમેક્સમાં ફિલ્મમાં ખોવાઈ ગયો

ગુરૂવારે ગેંગસ્ટરને પકડવા ગયેલી પોલીસે સિનેમા હોલની બહાર તેની કારના ટાયર પંકચર કરી દીધા જેથી તે ભાગી ન શકે. ‘પુષ્પા 2’ના ક્લાઈમેક્સ દરમિયાન જ્યારે પોલીસ સિનેમા હોલમાં પ્રવેશી ત્યારે મેશરામ ફિલ્મમાં ખોવાઈ ગયો હતો. અધિકારીએ કહ્યું કે પોલીસે તેને ઘેરી લીધો અને ખૂબ જ ઝડપે તેની ધરપકડ કરી, તેને પોતાનો બચાવ કરવાની કોઈ તક જ ન આપી. મેશરામને હાલમાં નાગપુર સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તેને નાસિક જેલમાં મોકલવામાં આવશે.

‘પુષ્પા 2’ની વાત કરીએ તો અલ્લુ અર્જુનની ફિલ્મ 5 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થઈ હતી. થિયેટરોમાં પહોંચ્યાના 20 દિવસની અંદર, તે ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મોમાંની એક બની ગઈ છે. આ ફિલ્મનું હિન્દી વર્ઝન હિન્દી સિનેમાની સૌથી વધુ નફો કરતી ફિલ્મ બની છે. મેકર્સે તેની સિક્વલ ‘પુષ્પા 3’ની પણ જાહેરાત કરી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button