![રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે પુત્રી દુઆને મીડિયા સાથે કરાવી મુલાકાત રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે પુત્રી દુઆને મીડિયા સાથે કરાવી મુલાકાત](https://i2.wp.com/resize-img.sandesh.com/epapercdn.sandesh.com/images/2024/12/23/XqVoxbJtIYQre5IzawBvlSldxUE7znR792hN52OM.jpg?resize=600,315&w=780&resize=780,470&ssl=1)
બોલીવુડના પાવર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ થોડા મહિના પહેલા જ એક પુત્રીના માતા-પિતા બન્યા છે. જેનું નામ કપલે દુઆ રાખ્યું છે. દુઆના જન્મથી જ આ કપલના ફેન્સ તેનો ફેસ જોવા માટે એક્સાઈટેડ છે. પરંતુ કપલે હજુ સુધી દુઆનો ચહેરો જાહેર કર્યો નથી.
આજે પેપ્સ દીપિકા અને રણવીરની પુત્રીને મળ્યા છે. કપલે તેમની પુત્રી દુઆને મળવા માટે મીડિયાને તેમના ઘરે આમંત્રણ આપ્યું હતું. તેની ઘણી તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
પેપ્સને મળી દુઆ
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જે કપલના ઘરની છે. દીપિકા અને રણવીરે પેપ્સને પોતાના ઘરે બોલાવ્યા હતા. જ્યાં તેમને પોતાની પુત્રી દુઆ સાથે સૌનો પરિચય કરાવ્યો હતો. આ પ્રસંગે રણવીર અને દુઆએ પણ પાપારાઝીનો આભાર માન્યો અને તેમના સતત પ્રેમ અને સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો.
આ કપલે મીડિયાની સામે વ્યક્ત કર્યો પ્રેમ
તેમની પુત્રીને મળ્યા પછી પાવર કપલ મીડિયા સાથે ફોટો ક્લિક કરાવતા પણ જોવા મળ્યા હતા. આ સિવાય રણવીર-દીપિકાએ કેમેરાની સામે એકબીજા સાથે ફ્લર્ટ પણ કર્યું હતું. આ બંનેની આ તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આ કપલના ફેન્સ તેમના પર અપાર પ્રેમ વરસાવી રહ્યા છે. તસ્વીરોમાં રણવીર ઓલ વ્હાઈટ લુકમાં જોવા મળ્યો હતો. તો દીપિકાએ લોંગ પીચ કલરનો ડ્રેસ પહેર્યો હતો.
રણવીર-દીપિકાએ વર્ષ 2018માં કર્યા લગ્ન
તમને જણાવી દઈએ કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે વર્ષ 2018 માં લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન ઈટાલીમાં થયા હતા. વર્ષ 2024માં આ કપલ એક પુત્રીના માતા-પિતા બન્યા છે. જેનું નામ તેમને દુઆ રાખ્યું છે. મીડિયા બાદ હવે ફેન્સ પણ દુઆની તસવીરો જોવા આતુર છે.