મંગળવારે શેરમાર્કેટ ઘટાડા સાથે બંધ થયુ છે. બપોરે 3.30 કલાકની વાત કરીએ તો સેન્સેક્સમાં 67.30 પોઇન્ટના વધારા સાથે 78,454 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 23.85 પોઇન્ટના ઘટાડા સાથે 23,729 અંક પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન, પાવર ગ્રીડ કોર્પ, જેએસડબલ્યુ સ્ટીલ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક અને ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ નિફ્ટીમાં ટોપ લુઝર તરીકે જોવામાં આવ્યા હતા, જ્યારે ટાટા મોટર્સ, અદાણી એન્ટરપ્રાઈઝ, આઈશર મોટર્સ, બીપીસીએલ અને આઈટીસી લાભાર્થીઓમાં હતા.
આ ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળ્યો હતો
સેક્ટોરલ ઈન્ડાયસિસની વાત કરીએ તો ઓટો, એફએમસીજી, ઓઈલ એન્ડ ગેસ, ફાર્મા, રિયલ્ટીમાં ખરીદારી જોવા મળી હતી, જ્યારે આઈટી, મીડિયા, મેટલ, પીએસયુ બેન્કમાં વેચવાલી જોવા મળી હતી. BSE મિડકેપ ઈન્ડેક્સ સપાટ નોટ પર બંધ થયો હતો, જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 0.3 ટકા અપ હતો.
Source link