ધોરાજીના સ્ટેશન રોડ વિસ્તારમાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. JCBમાં બેસાડીને શ્રમિકોને જોખમી સવારી કર્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોના આધારે પોલીસે JCBચાલકને ઝડપ્યો છે.
રાજકોટ જિલ્લાના ધોરાજીના સ્ટેશન રોડ વિસ્તારમાં કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરોને જેસીબીમાં બેસાડીને જોખમી કરતો વીડિયો વાયરલ થતા ધોરાજી પોલીસ એકશનમાં આવી છે. મળતી માહિતી મુજબ, ધોરાજીના સ્ટેશન રોડ વિસ્તારમાં બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. JCBમાં બેસાડીને શ્રમિકોને જોખમી સવારી કર્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોના આધારે પોલીસે JCBચાલકને ઝડપ્યો છે.
વીડિયોમાં તમે જોઇ શકો છો કે, JCB ચાલક શ્રમિકોને JCBમાં બેસાડીને એક જગ્યાથી બીજી જગ્યા તરપ લઇ જઇ રહ્યો છે. JCBમાં બેસાડીને શ્રમિકોને જોખમી સવારી કર્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ કામે લાગી હતી. આ ઘટના છે. ધોરાજીના સ્ટેશન રોડ ભાકુંભાપરા વિસ્તારની. જેમાં JCBમાં શ્રમિકોને બેસાડી અને જોખમી સવારી કરતો વીડિયો વાયરલ થતા ધોરાજી પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું અને જેસીબી ચાલકને કાયદાનો પાઠ ભણાવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Source link