આજે 25 ડિસેમ્બર એટલે ક્રિસમસ. ત્યારે વર્ષ 2024 પૂર્ણ થવામાં ગણતરીના દિવસો બાકી છે. તેવામાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સોના ચાંદીના ભાવમાં કેટલો બદલાવ આવ્યો તે વિશે વાત કરીએ તો, બુધવારે સોનાના ભાવમાં સામાન્ય ભાવ ઘટાડો જોવા મળ્યો હતો. ભારતમાં 24 કેરેટ સોનાની કિંમત રૂ.77,513 પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો. જ્યારે ભારતમાં 22 કેરેટ સોનાની કિંમત પ્રતિ ગ્રામ 71,063 પ્રતિ 10 ગ્રામ નોંધાઇ છે.
જાણો આજે ચાંદીનો ભાવ
દેશમાં એક કિલો ચાંદીની કિંમત રૂ.91,300 પર ટ્રેડ થઈ રહી છે.
સોનામાં રોકાણ કરવાની અનેરી તક
સામાન્ય રીતે લગ્નની સિઝનમાં સોનાના ભાવમાં વધારો થતો હોય છે પરંતુ તાજેતરમાં તેમાં ઘટાડો જોવા મળ્યો છે. ગયા બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સોના પરની ડ્યુટી ઘટાડી હતી, જેના કારણે તેની કિંમત 6,000 રૂપિયા ઘટી ગઈ હતી. હવે સોનું તેની ટોચ પરથી નીચે આવી ગયું છે અને નિશ્ચિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે 2025 સુધીમાં સોનાની કિંમત 90,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે.
આ 25મી ડિસેમ્બર સોનાનો ભાવ
શહેરનું નામ | 22 કેરેટ ગોલ્ડ રેટ | 24 કેરેટ ગોલ્ડ રેટ |
દિલ્હી | 71,050 | 77,500 |
જયપુર | 71,050 | 77,500 |
લખનૌ | 71,050 | 77,500 |
મુંબઈ | 70,900 | 77,350 |
કોલકાતા | 70,900 | 77,350 |
અમદાવાદ | 70,950 | 77,400 |
બેંગલુરુ | 70,900 | 77,350 |
મિસ્ડ કોલથી જાણો કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કૉલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, સતત અપડેટ્સ વિશેની માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.
Source link