આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. તેના આધારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરવામાં આવે છે. જોકે, લાંબા સમયથી રાષ્ટ્રીય સ્તરે તેલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. ત્યારે આજે એટલે કે 25 ડિસેમ્બર 2024ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે રાજ્ય સ્તરે ભાવમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે. ત્યારે આવો જાણીએ ગુજરાતના મહાનગરો અને દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે.
કાચા તેલની કિંમત
આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ 73.58 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે WTI ક્રૂડ પ્રતિ બેરલ 70.10 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે
દેશના આ મહાનગરોમાં જાણો ઇંધણના ભાવ
- દિલ્હીમાં પેટ્રોલ 94.77 રૂપિયા અને ડીઝલ 87.67 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈમાં પેટ્રોલ રૂ. 103.50 અને ડીઝલ રૂ. 90.03 પ્રતિ લીટર
- ચેન્નાઈમાં પેટ્રોલ રૂ. 100.90 અને ડીઝલ રૂ. 92.48 પ્રતિ લીટર
- કોલકાતામાં પેટ્રોલ રૂ. 105.01 અને ડીઝલ રૂ. 91.82 પ્રતિ લીટર
ગુજરાતના આ શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ
શહેર | પેટ્રોલ (રૂ.) | ડીઝલ (રૂ.) |
અમદાવાદ | 94.54 | 90.21 |
ભાવનગર | 96.10 | 91.77 |
જામનગર | 94.69 | 90.36 |
રાજકોટ | 94.46 | 89.96 |
સુરત | 94.57 | 90.16 |
વડોદરા | 94.61 | 90.28 |
ઘરે બેઠા પેટ્રોલ અને ડીઝલના ભાવ તપાસો
પેટ્રોલ પંપ પર જઈને જ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણવા જરૂરી નથી તમે ઘરે બેઠા પણ ઈંધણના ભાવ જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ કંપનીના SMS નંબર 9222201122 પર RSP અને તમારો સિટી પિન કોડ મેસેજ કરો. આવો જ SMS ભારત પેટ્રોલિયમ નંબર 9223112222 પર મોકલો. જો તમે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ગ્રાહક છો, તો HP અને તમારા શહેરનો પિન કોડ 9222201122 નંબર પર SMS કરો.
Source link