બાવળા : અમદાવાદ જિલ્લામાં દારૂ જુગાર જેવી પ્રવૃત્તિઓ ડામવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા. જે અનુરૂપ જિલ્લા એલસીબી શાખા દ્વારા જિલ્લામાં અલગ અલગ ટીમ બનાવી પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પોલીસે 48 લાખથી વધુનો દારૂ ઝડપી પાડયો હતો.
વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા એલસીબી સ્ટાફની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો સૌરાષ્ટ્ર તરફ જઈ રહ્યો છે. એથી પોલીસ દ્વારા હાઇવે પર કોચારિયા પાટિયા તરફ વોચ ગોઠવી દેવામાં આવી હતી. તે દરમિયાન બાતમીના વર્ણન મુજબની ટ્રક ત્યાંથી પસાર થતા પોલીસે કાર આડી કરી ટ્રકને રોકી હતી. તેમજ ટ્રકમાં સવાર અનીરુધસિંહ ખુમાનસિંહ રાઓલ રહે. લીમડી અને સંદીપસિંહ જોગિંદરસિંહ કાપસે મૂળ રહે. અમદાવાદને દબોચ્યા હતા.ત્યારબાદ ટ્રકની તલાશી લેતા તેમાંથી દારુની બોટલો અને બિયરના ટીન મળી કુલ 13,456 નંગ કબજે કરી હતી. પોલીસે ટ્રક સહિત કુલ રૂ. 63,85,913નો મુદ્દામાલ ઝડપી લઈ બંને આરોપીઓની ઝીણવટભરી તપાસ આદરી છે.
Source link