GUJARAT

Botadમા સર્વોદય સહકારી મંડળી અને ન્યુ ગુંદા સેવા સહકારી મંડળીને પુરસ્કાર અપાયો

ભારત સરકારના “સહકારથી સમૃદ્ધિ”ના વિઝનને સાકાર કરવા તમામ પંચાયત/ગામોમાં M-PACS, Dairy & Fishery સહકારી મંડળીઓની રચના કરવાના નિર્ણય પરત્વે દેશમાં નવી રચવામાં આવેલ ૧૦,૦૦૦ M- PACS, Dairy & Fishery સહકારી મંડળીઓ સબંધે ભારત સરકાર દ્વારા નવી દિલ્હી ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાન મેળા ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના સમાંતર જિલ્લા કક્ષાએ પણ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં બોટાદ ખાતે જિલ્લાના અગ્રણીઓના અધ્યક્ષસ્થાને એ.પી.એમ.સી. ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
એક લાખનું પુરસ્કાર આપવામાં આવ્યું
ખેડૂત ભવન હોલ, એ.પી.એમ.સી. બોટાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહાનુભાવોના વરદ હસ્તે સી.ઓ.પી.-૫ના હુકમનું વિતરણ કરાયું હતું. તેમજ સર્વોદય સેવા સહકારી મંડળી લી. મુ. ચારણકી, તા. બરવાળા, ન્યુ ગુંદા સેવા સહકારી મંડળી લી. મુ. ગુંદા, તા. રાણપુરને પુરસ્કાર વિતરણ કરાયુ હતુ. આ બંને મંડળીઓને સતત ૪ વર્ષ પ્રગતિકારક રીતે ધિરાણ અને વસૂલાત કરવા બદલ રાજ્ય સરકાર દ્વારા રૂ.એક લાખનું પુરસ્કાર આપવામાં આવ્યું હતું.
સહકારથી સમૃદ્ધિનું પ્રેઝન્ટેશન
સાથોસાથ કાર્યક્રમમાં કુકાપરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. અને ખાખોઇ મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.ને નોંધણી પ્રમાણપત્રના હુકમનુ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સહકારથી સમૃદ્ધિનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.તેમજ ઉપસ્થિતોએ ગૃહ અને સહકારીતા મંત્રીશ્રીનું દિલ્હીથી લાઇવ ઉદબોધન નિહાળ્યું હતુ.
સભાસદો ઉપસ્થિત રહ્યા
કાર્યક્રમમાં રાષ્ટ્રીય કિસાન મોર્ચા, બોટાદના મહામંત્રી બાબુભાઈ જેબલિયા, એપીએમસી ચેરમેન મનહરભાઈ માતરીયા, બરવાળા એપીએમસી ચેરમેન ભાવિકભાઈ ખાચર, અગ્રણી સુરેશભાઈ ગોધાણી સહિતના આગેવાનો તેમજ બોટાદ જિલ્લા રજિસ્ટ્રાર ઉર્વશીબેન બ્રહ્મભટ્ટ સહિતના અધિકારીઓ અને ૨૦૦થી વધુ સહકારી સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button