અમદાવાદમાં કેટલાક વિસ્તારમાં હાલમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. શહેરના ઈસનપુર, કાંકરીયા, મણિનગરના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા વરસ્યા છે. નવરંગપુરા, બોપલ, નારણપુરા, ઈન્કમટેક્સના કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા જોવા મળ્યા છે.
ડીસામાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી
બીજી તરફ ડીસામાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો છે. કમોસમી વરસાદી છાંટાથી ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોના એરંડા, રાયડા, જીરુ સહિતના અન્ય પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે બટાકા, ઈસબગુલ, ઘઉંના પાકને નુકસાન થવાની આશંકા જોવા મળી રહી છે.
26થી 28 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને લઈ ડિઝાસ્ટર વિભાગે જાહેર એલર્ટ આપ્યું છે. 26થી 28 ડિસેમ્બર દરમિયાન જિલ્લામાં કમોસમી વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે જિલ્લાના માર્કેટયાર્ડઓ સહિત ખેડૂતોને પોતાનો પાક સહી સલામત રાખવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. કમોસમી વરસાદ દરમ્યાન માર્કેટયાર્ડ સંચાલકોને તકેદારીના પગલાં લેવા ડિઝાસ્ટર વિભાગે સૂચન કર્યું છે.
Source link