![Gujarat Weather : રાજયમાં વધશે ઠંડીનો ચમકારો, હવામાન વિભાગે કરી મોટી આગાહી Gujarat Weather : રાજયમાં વધશે ઠંડીનો ચમકારો, હવામાન વિભાગે કરી મોટી આગાહી](https://i1.wp.com/resize-img.sandesh.com/epapercdn.sandesh.com/images/2024/11/21/hUk5iNPGMkCQ0XLtjvhOHtGetBpYUBXSQz9WXZLs.jpg?resize=600,315&w=780&resize=780,470&ssl=1)
રાજયમાં ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે,લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થશે અને અમદાવાદમાં તાપમાન 15 ડિગ્રી સુધી જશે તેવી આગાહી કરવામાં આવી છે,હાલ વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી એટલે ખેડૂતો માટે સારા સમચાર કહી શકાય.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાદળછાયું વાતાવરણ રહેશે સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે અને ધુમ્મસ જોવા મળશે.
નલિયામાં નોંધાઈ સૌથી વધુ ઠંડી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો નલિયામાં સૌથી વધારે ઠંડી નોંધાઈ છે જેમાં નલિયામાં સૌથી ઓછું 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે,રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે સાથે-સાથે પવનની ગતિ 5-10 કિમી પ્રતિકલાક રહેશે.
કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં 24 કલાક માટે કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે.સાથે સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે તેવી પણ આગાહી કરવામાં આવી છે.વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ,નર્મદા, સુરત, ડાંગ, નવસારી,વલસાડ, તાપી, અમદાવાદ,ગાંધીનગર, બનાસકાંઠા,સાબરકાંઠા, પાટણ, મહેસાણા,ખેડા, આણંદ, અરવલ્લી,પંચમહાલ, દાહોદ, મહીસાગર,દમણ, દાદરનાગર હવેલીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.સાયકોનિક સર્ક્યુલેશન અને ટ્રક પસાર થતો હોવાથી વરસાદ રહેશે તેવી આગાહી કરાઈ છે.
બપોરના સમયે ગરમી પણ પડી શકે છે
ગુજરાતમાં આજે ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે હવામાન વિભાગે ગુરુવારથી ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની પણ આગાહી આપી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં 24 કલાક શુષ્ક હવામાન રહેશે. જ્યારે બીજાથી પાંચમા દિવસે હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકાનું પૂર્વાનુમાન છે.
Source link