વલસાડ જિલ્લામાં પારસી સમુદાયનું વિશ્વનું મુખ્ય પવિત્ર સ્થાન ઉદવાડા ગામમાં પારસી સંસ્કૃતિને ટકાવી રાખવા ઇરાનશાહ ઉદવાડા ઉત્સવના ત્રિદિવસીય કાર્યક્રમનો રંગારંગ પ્રારંભ થયો હતો.પ્રથમ દિવસે પારસી સમુદાયના અગ્રણી શાપુરજી પલોનજી સન્માન કરાયું હતું.વડાદસ્તુ ખુરશેદજીએ દેશમાં સુખાકારી માટે દુઆ કરી હતી.તેમજ પારસી સમાજના વડા દસ્તુરજીએ ઉદવાડા ગામને એમ્બયુલ્સ ભેટ આપી હતી.
પારસીઓનું તીર્થ સ્થળ ઉદવાડા
પારસીઓના તીર્થ સ્થળ ઉદવાડામાં તા.27થી 29મી ડીસેમ્બર સુધી યોજાનારા પારસીઓનો ઇરાનશાહ ઉદવાડા ઉત્સવનો શુક્રવારે પ્રારંભ થયો હતો.પ્રથમ દિવસે પારસી સમુદાયના શાપુર પલોનજી, ઉદવાડા ગામના વડાદસ્તુર ખુરશેદજી અને પારસી આગેવાનોએ દિપ પ્રાગટય કરી ત્રિદિવસીય કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.શાપુર પલોનજીએ નવા આતશ બહેરામના નિર્માણમાં સહયોગ કર્યો હતો.તેમનું વડા દસ્તુરજીએ સન્માન કર્યુ હતું.
બળજોરજીનું પણ સ્વાગત કરાયું
આ સાથે ફિલ્મ જગતના બળજોરજીનું પણ સ્વાગત કરાયું હતું.ખાસ કરીને પ્રથમ દિવસે વડા દસ્તુરજીએ ઉદવાડા ગામના લોકો માટે એમ્બ્યુલન્ચ ભેટમાં આપી હતી. જેનું સંચાલન યુવાનો કરશે. ત્રિદિવસીય કાર્યક્રમ માટે ત્રણ ડ્રોમ તૈયાર કરાયા છે.જ્યાં મોટી સંખ્યામાં પારસી સમાજના લોકો દેશ વિદેશથી આવી હાજરી આપી થી રંગારંગ કાર્યક્રમ મજા માણી હતી
Source link