GUJARAT

Surendranagarના ચોટીલા પર્વત પર ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં 278 યુવાઓએ લીધો ભાગ

પ્રકૃતિના ખોળે શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં વહેલી સવારમાં પૂરા જોશ, ઉમંગ અને ઉત્સાહ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે રાજ્યકક્ષાની પાંચમી “ચોટીલા આરોહણ-અવરોહણ” સ્પર્ધા યોજાઈ હતી. ચોટીલા પ્રાંત અધિકારી કલ્પેશ શર્મા, જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ સહિતના મહાનુભાવોએ ચોટીલા તળેટી ખાતેથી ફ્લેગ ઓફ કરાવી સ્પર્ધાની શરૂઆત કરાવી હતી. આ સ્પર્ધામાં ૧૯૪ ભાઈઓ અને ૮૪ બહેનો એમ મળી કુલ ૨૭૮ જેટલા સ્પર્ધકોએ રાજ્યભરમાંથી ભાગ લીધો હતો.

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સ્પર્ધામાં વિજેતા થનારને ટ્રોફી, પ્રમાણપત્ર તેમજ રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા. પ્રથમ નંબર મેળવનારને રૂ.૨૫,૦૦૦, દ્વિતિય નંબર મેળવનારને રૂ.૨૦,૦૦૦ તૃતીય નંબર મેળવનારને રૂ.૧૫,૦૦૦ એમ કુલ ૧૦ નંબર સુધીના વિજેતાઓને કુલ રૂ.૨,૩૪,૦૦૦ના રોકડ પુરસ્કારનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં વિજેતા થયેલા ખેલાડીઓ આગામી “ગિરનાર આરોહણ-અવરોહણ” સ્પર્ધામાં સીધો ભાગ લઈ શકશે.

યુવાનોએ લીધો ભાગ

અત્રે ઉલ્લેખનીય છે કે, સંપૂર્ણ ખેલદિલી સાથે સ્પર્ધામાં જોડાયેલ ખેલાડીઓને ચેસ્ટ નંબર આપવાથી માંડી સેકન્ડ ટુ સેકન્ડ સમય સાથે પોલીસ વિભાગમાં ભરતી માટે ઉપયોગમાં લેવાતી આધુનિક ટેકનોલોજીની મદદથી રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટીફિકેશન (RFID) ચીપ સીસ્ટમ સાથે સ્પર્ધાનું પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું. તેમજ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત કોચિંગ મેન્યુઅલ ટાઈમિંગની પણ મદદ લેવામાં આવી હતી. ખેલાડીઓની સુરક્ષા માટે સી.સી.ટી.વી. કેમેરાથી સ્પર્ધાનું સુપરવિઝન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાના સુચારૂ આયોજન તથા સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે શાળાના આચાર્યો, શિક્ષકો, વ્યાયામ શિક્ષકો, કોચ, સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ, ગ્રામજનો જોડાયા હતા.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button