પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં આગામી 1 જાન્યુઆરી, 2025થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. આમાં કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે જેના કારણે આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે.
ટ્રેનોના ઓપરેટિંગ સમયમાં ફેરફાર
આ વખતે અમદાવાદ ડિવિઝનમાંથી પસાર થતી 95 ટ્રેનોની સ્પીડવધારવામાં આવી છે. આ સાથે જ 48 ટ્રેનોના મુસાફરીમાં લાગતો સમયમાં 05 મિનિટથી લઇને 65 મિનિટ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ટ્રેનોની સ્પીડ વધવાના પરિણામે પેસેન્જર ટ્રેનોના ઓપરેટિંગ સમયમાં ઘટાડો થયો છે. મુસાફરોને આનો સંપૂર્ણ લાભ મળશે અને તેઓ તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં સમયની બચત થશે. અમદાવાદ ડિવિઝન પર આ સમયગાળા દરમિયાન વિવિધ સ્ટેશનો પર 262 ટ્રેનોના સમય પ્રીપોન કરવામાં આવ્યા છે. જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતાં 5 મિનિટથી 45 મિનિટ વહેલા પહોંચશે. એ જ રીતે 55 ટ્રેનોના સમય પોસ્ટપોન રાખવામાં આવ્યા હતા, જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતા 5 મિનિટથી 40 મિનિટ મોડી પહોંચશે.
અમદાવાદ ડિવિઝનના તમામ ફેરફારને QR કોડ સ્કેન કરી માહિતી મેળવી શકો છો
અમદાવાદ ડિવિઝનના અમદાવાદ, સાબરમતી, મણિનગર, મહેસાણા, પાલનપુર, પાટણ, ભીલડી, ઊંઝા, સિદ્ધપુર, ગાંધીનગર, કલોલ, વિરમગામ, ગાંધીધામ, હિંમતનગર, હળવદ, ધ્રાંગધ્રા, સામાખ્યાલી, ભુજ સહિત અન્ય સ્ટેશનોના સમયમાં ફેરફાર થશે. જેમાં આ ટ્રેનો તેના વર્તમાન નિર્ધારિત સમયથી પહેલા કે પછી પહોંચશે.
અમદાવાદ ડિવિઝનના નવા ટાઈમ ટેબલ વિશે વિગતવાર માહિતી માટે ઉપર આપેલ QR કોડ સ્કેન કરો. પશ્ચિમ રેલવે રેલ યાત્રીઓ ના મુસાફરી અનુભવને બહેતર બનાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મુસાફરીનો સમય ઘટાડો અને વિસ્તૃત કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.પશ્ચિમ રેલવે મુસાફરોને અપીલ કરે છે કે કૃપા કરીને નવા ટાઈમ ટેબલ મુજબ મુસાફરી કરતી વખતે રેલ ઈન્ક્વાયરી 139 અથવા વેબસાઈટ www.wr.indianrailways.gov.in પર અવલોકન કરી શકે છે.
Source link