GUJARAT

BZ Scam: 6000 કરોડના કૌભાંડ મામલે ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર

રાજ્યમાં 6000 કરોડના કૌભાંડ BZ ગ્રૃપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાના CID ક્રાઇમે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જે સ્પેશ્યલ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સ્પેશ્યલ કોર્ટે શનિવાર સાંજ સુધીના રિમાન્ડ આપ્યા છે. BZ ગ્રૃપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાની 6 હજાર કરોડના કૌભાંડ અંગે પૂછપરછ થશે. પૂછપરછમાં અનેક ખુલાસા બહાર આવે તેવી શક્યતા છે.

રાજ્યમાં લોકોને વધુ વળતરની લાલચ આપીને પોંઝી સ્કીમોમાં રોકાણ કરાવી રૂ. 6 હજાર કરોડનું મસમોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. CID ક્રાઇમની ટીમે મહેસાણામાં  એક ફાર્મ હાઉસમાંથી ભૂપેન્દ્રસિંહની ધરપકડ કરી હતી. આજે કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને CID ક્રાઇમે 14 દિવસનાં રિમાન્ડની માગ કરી હતી. જોકે સ્પેશ્યલ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે આખરે BZ ગ્રૃપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાની 6 હજાર કરોડના કૌભાંડ અંગે પૂછપરછ કરાતા અનેક ખુલાસાઓ થશે.

ચુસ્ત બંદોબસ્ત સાથે કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરાયો

લોકોનાં કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી ફરાર થયેલો BZ ગ્રૂપનો માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલા ગઈકાલે મહેસાણા જિલ્લાનાં વિસનગરનાં દવાડા ગામે આવેલા એક ફાર્મ હાઉસમાંથી ઝડપાયો હતો. CID ક્રાઇમ દ્વારા તેની ધરપકડ કરીને ગાંધીનગર સહયોગ સંકુલ CID ક્રાઇમની ઓફીસ ખાતે લવાયો હતો. માહિતી અનુસાર, આજે પોલીસનાં ચુસ્ત બંદોબસ્ત સાથે કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. કોર્ટમાં રજૂ કરતા પહેલા ભૂપેન્દ્રસિંહનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. BZ ગ્રૃપના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાના CID ક્રાઇમે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જે સ્પેશ્યલ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

ભૂપેન્દ્ર ઝાલાની તપાસમાં થયા મોટા ખુલાસા

ભૂપેન્દ્ર ઝાલાની તપાસમાં મોટા ખુલાસા થયા છે. 18 સ્થળોએ આપેલી ફ્રેંચાઈઝી લેનાર અને તેમના વચ્ચે નો રોલ તથા નાણાંકીય વ્યવહારો પર તપાસ માં આવરી લેવાશે. પોલીસને પ્રાથમિક તપાસ માં રોકાણકારો ની વિગતો હાથ લાગી, રોકાણના નાણાં અને રોકાણકારો બાબતે પુછપરછ માટે રીમાંન્ડ માંગવામાં આવ્યા છે. આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારો પાસેથી મેળવેલા નાણાં પોતાના 7 અલગ અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા છે. આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલાએ પોતાના સાત ખાતાઓ માં રૂપિયા 25 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. માત્ર સાબરકાંઠા જિલ્લા નું ધીરધારનું લાઇસન્સ લઈ અન્ય જિલ્લાઓમાંથી આરોપીએ નાણાં ઉઘરાવ્યા હતા. મહેસાણા, અરવલ્લી, ગોધરા, ગાંધીનગર, બનાસકાંઠા, આણંદ, લુણાવાડા અને અમરેલીમાંથી નાણાં ઉઘરાવ્યા હતા. તલોદના લાઈસન્સના આધારે અન્ય જિલ્લાઓ સહિત નિવૃત્ત કર્મચારીઓ તથા શિક્ષકો પાસેથી પણ નાણાં ઉઘરાવ્યા હતા. આ કૌભાંડી 7 થી 15 ટકાના વળતરની લાલચ આપતો હતો. સો રૂપિયાના સ્ટેમ્પ પેપર રોકાણકારોને આપતો હતો બાંહેધરી તેની વિગતો તપાસમાં આવરી લેવાશે. આંગડીયા કરેલા નાણાં ની રકમ, મિલકત ની ખરીદી, નાણાંના રોકાણ બાબતે પોલીસ તપાસ કરશે.

કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં ખુલશે અનેક ભેદ!

  • 2020થી 2024 દરમિયાન રોકડ વ્યવહાર અંગે પૂછપરછ થશે
  • એજન્ટોને કેટલું કમિશન આપ્યું તેની તપાસ થશે
  • ફરાર થયા બાદ ક્યાં છુપાયો તેની પૂછપરછ થશે
  • ટ્રાન્સફર થયેલા નાણાંની પૂછપરછ થશે
  • ગુજરાતમાં વસાવેલી મિલકત અંગે થશે પૂછપરછ
  • ગુજરાત બહારની મિલકતો અંગે થશે પૂછપરછ
  • એજન્ટોનો મોંઘી ગાડી, વિદેશી ટૂરના નાણાં અંગે પૂછપરછ

શું છે સમગ્ર ઘટના?

સમગ્ર મામલામાં ભૂપેન્દ્ર સિંહ ઝાલાએ એકના ત્રણ ગણા નાણાં કરવાની અને સામાન્ય રોકાણની સામે ઊંચા વળતરની લાલચ આપીને 6000 કરોડનું કૌભાંડ આચાર્યું હોવાના ગાંધીનગર CIDની ટીમે આક્ષેપ કર્યા છે. સરકારી વકીલે ગ્રામ્ય કોર્ટમાં રજૂઆત કરી હતી કે, ભૂપેન્દ્ર સિંહ ઝાલા પાસે ફક્ત સાબરકાંઠાના તલોદ પૂરતું જ નાણા ધીરનારનું લાયસન્સ છે. તેમ છતાં તેણે એજન્ટોની નિમણૂક કરી આખું નેટવર્ક ઊભું કર્યું હતું અને કોઈપણ જાતના લાયસન્સ કે પરવાનગી વગર કેટલીક કંપનીઓની પણ રચના કરી છે. જેમાં એજન્ટો મારફતે લોકો પાસે કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે. સરકારી વકીલે કોર્ટને એ પણ માહિતી આપી હતી કે ભૂપેન્દ્ર સિંહે પોતાના અને પરિવારના નામે કરોડો રૂપિયાની સ્થાવર અને જંગમ મિલ્કતો ઊભી કરી છે. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button