બોટાદના ભદ્રાવડી ગામના ઓઇલ મિલ માલિકના પુત્રનું અપહરણ કરાયું હતુ જેમા વિપુલ શેખ નામના યુવાનનું કરાયું હતું અપહરણ.અપહરણ પહેલા 50 કરોડની ખંડણી અને જ્યારે વિપુલને છોડી મુક્યો તે સમયે 2 કરોડની માગ કરાઈ હતી. પોલીસ દ્રારા ઘટનાની જાણ થતાં જિલ્લામાં કરી નાકાબંધી કરી અપહરણકર્તાઓને પકડી લેવામાં આવ્યા હતા.અપહરણકર્તા દ્રારા વીંછીયા તાલુકાના સમઢીયાળા ગામ નજીક વિપુલને છોડી મૂકવામાં આવ્યો હતો.
બાઈક રોકાવીને કર્યુ અપહરણ
પોલીસ દ્રારા વિપુલ શેખને પાળીયાદ પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ હાથધરી. અપહરણમાં વપરાયેલ વાહન પોલીસે કર્યું કબજે.અપહરણ કરનાર આરોપીઓ ફરાર થતા પોલીસે અલગ દિશામાં તપાસ કરી આરોપીઓને ઝડપી પાડયા હતા.ગણતરીના કલાકોમાં ટેક્નિકલ સોર્શના માધ્યમથી પોલીસે કરી સરાહનીય કામગીરી.બોટાદ તાલુકા નું ભદ્રાવડી ગામ કે જ્યાં નંદલાલ શેખ નું ઓઇલ મિલ તેમજ પૌવા બનાવવાનું કારખાનું ધરાવે છે. ઓઇલ મિલ નું કામકામ વિપુલ સંભાળતો હોય દૈનિક રીતે આજે તે પોતાની રાધે ઓઇલ મિલ જવા ઘરે થી બાઈક લઈને નીકળેલ જ્યાં રસ્તામાં કારમાં સવાર આશરે 4 થી 5 લોકો દ્રારા વિપુલ શેખ ને રસ્તામાં રોકી કાર લઈ અપહરણ કર્યુ હતુ.
બિનવારસી કાર પોલીસને રોડ પરથી મળી આવી
અપહરણકર્તા રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના સમઢીયાળા ગામ નજીક હોવાની માહિતી મળતા બોટાદ જિલ્લા એસ.પી. સહિત પોલીસનો કાફલો ફિલ્મી ઢબે આરોપીની ઝડપી પાડવા નીકળી ગયેલ પણ ત્યાં આરોપી દ્રારા વિપુલ શેખને ત્યાં છોડી મુકવામાં આવેલ.પોલીસ દ્રારા કાર મૂકી ફરાર થયેલ અને પોલીસ દ્રારા અલગ અલગ જગ્યા પર તપાસ કરતા અપહરણકર્તા દ્રારા કુલ બે કાર અપહરણમાં ઉપયોગ લેવાયેલ જેમાંથી 1 કાર બિનવારસી હાલતમાં મળતા કારનો પોલીસ દ્રારા કબજો લેવામાં આવેલ. ત્યારે બોટાદ જિલ્લા પોલીસ ને મળેલ અપહરણની માહિતી બાદ કરવામાં આવેલ સરાહનીય કામગીરી ના ભાગ રૂપે વિપુલ શેખ ને હેમખેમ લાવી પોલીસ દ્રારા વિપુલ શેખ પાસે થી પોલીસ દ્રારા અપહરણકર્તા અને આરોપીની વિગતો મેળવી.
પોલીસે બનાવી અલગ-અલગ ટીમો
વિપુલ શેખને પાળીયાદ પોલીસ સ્ટેશન ખાતે લાવી પોલીસ દ્રારા તેમની પૂછપરછ હાથ ધરેલ જે આધારે બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલિયા એ માહિતી આપતાં જણાવેલ કે ઓઇલ મિલ મલિકના પુત્ર નું અપહરણ થયેલ અપહરણ કરવા પાછળ નું કારણ ખંડણી હતું વિપુલ શેખે પોલીસ ની પુછપરછ દરમિયાન એવું પણ જણાવેલ કે અપહરણ સમયે પહેલા 50 કરોડ અને જ્યારે છોડી દીધેલ ત્યારે 2 કરોડ આંગડીયું કરી આપવાની વાત કરેલ. વધુ માં બોટાદ એસ.પી. એ મળેલ માહિતી મુજબ અપહરણ કરનાર ત્રણ લોકોના નામ જાહેર કરેલ જેમાં 1…સંજયભાઈ મનુભાઈ ઓળકીયા, હિતેશભાઈ મનુભાઈ ઓળકીયા,સાગર ઝાપડીયા સહિત અન્ય અજાણ્યા વ્યક્તિ હોવા નું સામે આવ્યું છે તેમજ વિપુલ સાઇબર ક્રાઈમ હેઠળ ઓન લાઈન ગેમિંગ માં રૂપિયા કમાયો હોય આ ખંડણી મંગવામાં આવી હતી અને હાલ તમામ અપહરણ કર્તા ફરાર છે.ભોગ બનનાર વિપુલ શેખ ના ભાઈ સંજય શેખ ની ફરિયાદ ના આધારે જિલ્લા પોલીસ દ્રારા આરોપી ને ઝડપી પાડવા અલગ અલગ ટિમો બનાવી કાર્યવાહી હાથ ધરી છે.
Source link