![Gold Silver Rate Today: સોનાની કિંમત ફરી ઘટી, ખરીદી કરવાનો સુવર્ણ મોકો Gold Silver Rate Today: સોનાની કિંમત ફરી ઘટી, ખરીદી કરવાનો સુવર્ણ મોકો](https://i1.wp.com/resize-img.sandesh.com/epapercdn.sandesh.com/images/2024/12/28/xAwpX0lqtAw4BPAWDLSRqtZ0qJWhzKBpb1gS6QNH.jpg?resize=600,315&w=780&resize=780,470&ssl=1)
સોના-ચાંદીના ભાવમાં સતત ઉથલ-પાથલ જોવા મળી રહી છે. પાછલા સપ્તાહની સરખામણીમાં છેલ્લા એક સપ્તાહમાં સોનાની કિંમતમાં 0.6 ટકાનો વધારો થયો છે. ચાંદીના ભાવમાં 0.1 ટકાનો વધારો થયો છે. ભારતીય રૂપિયામાં ભારે ઘટાડો અને યુએસ ડૉલરમાં 10 વર્ષમાં સૌથી મોટા વધારાને કારણે બંને મોંઘી ધાતુઓની કિંમતો પર અસર થઈ છે.
મોટાભાગે લોકો રોકાણ કરવા અને ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સોનામાં રોકાણ કરતા હોય છે.
આજે સોના અને ચાંદીના ભાવ શું છે ?
24 કેરેટ સોનાનો ભાવ આજે એટલે કે 30 ડિસેમ્બરે 76,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ 1 ગ્રામ સોનાની કિંમત 7,660 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 70,217 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
30મી ડિસેમ્બર સોનાનો ભાવ (રૂ. પ્રતિ 10 ગ્રામ)
શહેર | 22 કેરેટ સોનાની કિંમત | 24 કેરેટ સોનાની કિંમત |
અમદાવાદ | 71,500 | 77,805 |
મુંબઈ | 71,500 | 78,000 |
દિલ્હી | 71,650 | 78,150 |
કોલકાતા | 71,500 | 78,000 |
ચેન્નાઈ | 71,500 | 78,000 |
લખનૌ | 71,650 | 78,150 |
પુણે | 71,500 | 78,000 |
જયપુર | 71,650 | 78,150 |
સોનાની કિંમત કેવી રીતે નક્કી થાય છે?
સોનાના ભાવ સ્થાનિક માગ, અમેરિકાની આર્થિક સ્થિતિ, ફેડરલ રિઝર્વના વ્યાજ દરો અને આંતરરાષ્ટ્રીય બજારોથી પ્રભાવિત થાય છે. આગામી સમયમાં સોનાના ભાવમાં વધારો થવાની આશા છે.
મિસ્ડ કોલથી જાણો કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે, તમે 8955664433 પર મિસ્ડ કૉલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, સતત અપડેટ્સ વિશેની માહિતી માટે, તમે www.ibja.co અથવા ibjarates.com ની મુલાકાત લઈ શકો છો.
Source link