ENTERTAINMENT

સદીના 60 બેસ્ટ એક્ટરની બ્રિટિશ અખબારની યાદીમાં ઇરફાનનો સમાવેશ

બ્રિટિશ ન્યૂઝપેપર ધ ઈન્ડિપેન્ડન્ટે 21મી સદીના 60 બેસ્ટ એક્ટર્સની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભારતના ફક્ત એક્ટરનું જ નામ સામેલ છે. ભારતીય સિનેમાના ચાહકોના આૃર્ય વચ્ચે બેસ્ટ એક્ટર્સની યાદીમાં સ્થાન મેળવનાર આ એક્ટર અમિતાભ બચ્ચન, શાહરુખ, આમિર કે સલમાન નહીં પણ ઇરફાન ખાન છે. ઇરફાન હવે ફાની દુનિયામાં હયાત નથી પણ તેની એક્ટિંગની ચર્ચા દેશ વિદેશમાં થતી જ રહે છે. વિશ્વભરના બેસ્ટ એક્ટર્સની યાદીમાં ઇરફાનનો ક્રમ 41મો છે.

ઇરફાન 2001માં આવેલી ફિલ્મ ધ વોરિયરથી તે સૌ કોઈની નજરમાં આવ્યો હતો. તે પછી તિગ્માંશુ ધુલિયાની હાસિલ, વિશાલ ભારદ્વાજની ફિલ્મ મકબૂલ અને મીરા નાયરની ફિલ્મ ધ નેમસેકે તેને એક બહેતરીન એક્ટર તરીકેની ઓળખ આપી હતી. જો કે આ કલાકાર રોગ સામેની લડાઈ હારી ગયો અને 2020માં તેનું નિધન થયું હતું.

દુર્લભ બીમારીએ કલાકારનો ભોગ લીધો

સાત જાન્યુઆરી 1967ના રોજ રાજસ્થાનના એક પઠાણ મુસ્લિમ પરિવારમાં જન્મેલા ઇરફાન અલી ખાન ફિલ્મોનો જબ્બર શોખીન હતો. નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી એક્ટિંગ સીખીને પોતાની ઓળખ ઊભી કરવા માટે ઇરફાન મુંબઈ પહોંચી ગયો હતો. ઇરફાનને જ્યારે કેરિયર બનાવવા માટે સારામાં સારી તક મળી રહી હતી ત્યારે જ તેને દુર્લભ બીમારી થઈ ગઈ. એક્ટરને ન્યુરોએડોક્રાઇન ટયૂમર થઈ ગયું હતું. આ એક દુર્લભ બીમારી છે. તેના ઇલાજ માટે ઇરફાન મહિનાઓ સુધી યુકેમાં રહ્યો હતો. આશા હતી કે તે ઠીક થઈને પડદા પર કમબેક કરશે પણ એવું ના થયું.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button