Victor 303 મૂવી 3 જાન્યુઆરીએ થિયેટર્સમાં રિલીઝ થવા જઈ રહ્યું છે ત્યારે Victor 303 ગુજરાતી મુવીના સ્ટારકાસ્ટ જગજીતસિંહ વાઢેર, અંજલિ બારોટ, આલિશા પ્રજાપતિ અને અભિનય બેંકર સંદેશ ન્યુઝની મુલાકાતે આવ્યા હતા ત્યારે વાતચીત દરમિયાન કેટલીક રસપ્રદ વાતો પણ તેમણે અમારી સાથે શેર કરી હતી..
ખાસ ભૂમિકામાં જોવા મળશે બધા જ સ્ટારકાસ્ટ
આપને જણાવી દઈએ કે, જગજીતસિંહ વાઢેર જેઓ સમંદર, રઘુ CNG,વિઠ્ઠલ તીડી જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે ત્યારે હવે નવા વર્ષમાં એટલે કે વર્ષ 2025ની શરુઆતમાં જ Victor 303 મુવી રિલીઝ થવા જઈ રહ્યું છે.સાથે જ અંજલિ બારોટ કે જેઓ સાસણ અને ચબૂતરોમાં પણ સારું પાત્ર ભજવી ચૂક્યા છે.તે પણ એક ખાસ ભૂમિકામાં જોવા મળશે.આલિશા પ્રજાપતિ 2024માં ફિલ્મ ઉડન છુમાં જોવા મળ્યા હતા તે પણ આ ફિલ્મમાં હીરો સાથેના લીડ રોલમાં જોવા મળી રહ્યા છે અભિનય બેંકર કે જેઓ રેવા જેવી હિટ ફિલ્મ આપી ચૂક્યા છે તે પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
જગજીતસિંહ વાઢેર સાથેની ખાસ વાતચીત
સંદેશ ન્યુઝની વાતચીતમાં જગજીતસિંહ વાઢેરે જણાવ્યું હતું કે આ ગુજરાતી ફિલ્મ એક્શનથી ભરપૂર ફિલ્મ છે અને દર્શકોના રિએક્શન જોવાની તેમને ખૂબ મજા પડશે જેની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.
ફિલ્મનું નામ Victor 303 કેવી રીતે રાખવામાં આવ્યું
વાતચીતમાં જગજીતસિંહ વાઢેરે જણાવ્યું કે આ ફિલ્મનું નામ Victor 303 કેવી રીતે રાખવામાં આવ્યું છે તેમણે ફિલ્મના નામની વાત કરતા રહ્યું કે વિક્ટર એટલે વિજેતા અને 303 એટલે એ રાઈફલની બુલેટ છે અને એ બંદૂકની જે ગોળી છે એની એક આખી જર્ની (JOURNEY) છે.એ તમે જ્યારે ફિલ્મ મોટા પડદા પર નિહાળશો ત્યારે જ તમને ખબર પડશે.સાથે જ આ ગુજરાતી ફિલ્મને સાઉથ ટચ આપવામાં આવ્યો છે તેના વિશે પણ વાત કરી હતી.
ફિલ્મની ખૂબ રસપ્રદ વાત
જગજીતસિંહ વાઢેરે આ ફિલ્મના ડાયલોગ અને સોન્ગ વિશે પણ વાત કરી હતી.આમ તો તમે ફિલ્મની અંદર સુંદર મહિલાઓને આઈટમ સોંગ પર ડાન્સ કરતા જોઈ હશે પણ આપણે આ ફિલ્મમાં ખરાબ માણસોને નચાવ્યા છે એટલે મહિલાઓને પણ મજા આવશે કંઈક નવું જોવાની જે ખૂબ રસપ્રદ વાત છે
અંજલિ બારોટ સાથેની ખાસ વાતચીત
આ ફિલ્મ કચ્છ-ભૂજમાં શૂટ કરવામાં આવી છે ત્યારે અંજલિ બારોટ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ભૂજમાં શૂટ કર્યુ ત્યારે ખૂબ જ મજા આવી નોનસ્ટોપ સેટ પર મસ્તી કરી હતી અને લવ ટ્રાયએન્ગલ પણ તમને આ ફિલ્મમાં જોવા મળશે આ ફિલ્મમાં બદલો,એક્શન,એન્ટરટેઈનમેન્ટ,રોમાન્સ,જેલેસી,દોસ્તી,દુશ્મની બધુ જ જોવા મળશે જે દર્શકોને જોવું ખૂબ ગમશે
આલિશા પ્રજાપતિ સાથેની ખાસ વાતચીત
Victor 303 ગુજરાતી મુવીના સ્ટારકાસ્ટ આલિશા પ્રજાપતિ સાથે પણ વાતચીત થઈ હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે તે ફિલ્મમાં અંજુનો રોલ નિભાવી રહ્યા છે જે વિક્ટરની ગલફ્રેન્ડ હોય છે અને અંજુના લગ્ન થઈ રહ્યા હોય છે ત્યારે તેમનો X બોયફ્રેન્ડ એમના લગ્નમાં આવીને ધમાકા કરે છે ત્યારે સ્ટોરીની શરુઆત થાય છે આ ફિલ્મના ડાયરેક્ટર રાજકોટના છે જેમણે ફિલ્મ બનાવી છે તો એ બહુજ રિસર્ચ કરીને ફિલ્મ બનાવે છે
ફિલ્મ કોણે બનાવી?
આપને જણાવી દઈએ કે આ ફિલ્મના રાઈટર અને ડિરેક્ટર સ્વપ્નિલ મહેતા છે.જેના પ્રોડ્યુસર રેખા માંગરોળિયા, કોમલ માંગરોળિયા,હેત્વી શાહ, વિશાલ વડા વાળા છે
અભિનય બેંકર સાથેની ખાસ વાતચીત
Victor 303 ફિલ્મના સ્ટારકાસ્ટ અભિનય બેંકર સાથે વાતચીત કરતા તેમણે ખૂબ જ રસપ્રદ વાતો સંદેશ ન્યૂઝ સાથે શેર કરી હતી તેમણે કહ્યું કે આ પહેલી ગુજરાતી ફિલ્મ છે જે નવા વર્ષ 2025માં રિલીઝ થવા જઈ રહી છે. જેનો મને ભરપૂર આનંદ છે અને અમે આ ફિલ્મમાં એકદમ મસ્તી કરતા કરતા કામ કર્યું છે અમને બહુ જ મજા આવી છે આ ફિલ્મમાં કામ કરવાની આ સિવાય તેમણે કોમેડી મૂવમેન્ટની પણ વાત કરી હતી અને આ ફિલ્મના સોંગની વાત કરતા અભિનય બેંકરે કહ્યું કે ગુમ સોંગનું મ્યુઝિક તમને બહુ જ ગમશે જે ભાર્ગવ પુરોહિતે આપ્યું છે સાથે જ અત્યારે ખૂબ જ ટ્રેન્ડીંગમાં પંખા ફાસ્ટ સોંગ જે પાર્ટી સોંગ છે એ વિશે પણ વાત કરી હતી
ફિલ્મ સ્ટોરી
ફિલ્મની સ્ટોરી પર નજર કરીએ તો માળિયા મિયાણાના અનાથાશ્રમમાં મોટા થયેલા વિક્ટરને પ્રેમમાં દગો મળતાં, તે પોતાની પ્રેમિકાના લગ્ન બગાડી બદલો લે છે અને અજાણતાં લગ્નની રાતે આવેશમાં લીધેલા વિક્ટરના પગલાં એક ઘાતકી લડાઈનું કારણ બને છે. પ્રેમિકાના દગાથી શરુ થયેલી એક સામાન્ય ઘટના હત્યા, હિંસા, પ્રેમ અને ન્યાય માટે કરેલ સાહસ સુધી વિક્ટરને પહોંચાડે છે આ વાર્તામાં એક ડાયલોગ સાંભળવા મળે છે જેમાં ફરજ અને જવાબદારીની વાત કરવામાં આવી છે.જો કે આ સ્ટોરી ફરજ અને જવાબદારીની જ કહાની છે
Source link