લોકપ્રિય કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુની ભૂમિકા ભજવનાર ભૂતપૂર્વ અભિનેત્રી ઝિલ મહેતાએ લગ્ન કરી લીધા છે. 28 ડિસેમ્બરના રોજ ઝિલે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ, આદિત્ય દુબે સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગઇ છે. અભિનેત્રીએ મંગળવારે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેમના લગ્ન સમારંભનો એક હૃદયસ્પર્શી વીડિયો શેર કર્યો હતો.
TMKOC એક્ટર ઝિલ મહેતાએ લગ્ન કર્યા
વિડિયોમાં ઝિલે લાલ લહેંગામાં ગોલ્ડન જ્વેલરી સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. લગ્નમાં તેની ગ્રાન્ડ એન્ટ્રી ફેન્સને પસંદ આવી રહી છે. ઝિલ ઘૂંઘટ ઓઢીને આદિત્ય સામે એન્ટ્રી લેતા જોવા મળી રહી છે. પોતાના બેસ્ટ ફ્રેન્ડ અને પ્રેમિકાને દુલ્હન બનેલી જોતા આદિત્ય પોતાના આંસુને કાબૂમાં રાખી શકતો નથી. આદિત્ય પણ એટલો જ કુલ લાગી રહ્યો હતો. આદિત્ય સફેદ શેરવાની અને પાઘડીમાં ડેશિંગ દેખાતો હતો. આ વીડિયો ક્લિપમાં જયમાલા સમારોહની હૃદયસ્પર્શી ક્ષણો કેપ્ચર કરવામાં આવી હતી.
કેવી રીતે આદિત્યએ ઝિલને પ્રપોઝ કર્યું
ઝિલ 14 વર્ષથી આદિત્ય દુબેને ડેટ કરી રહી હતી. આ વર્ષની શરૂઆતમાં જ આદિત્યએ તેને પ્રપોઝ કર્યું હતું અને લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. વર્ષના અંતે બંનેએ લગ્ન કરી લીધા. આ લગ્નમાં પરિવાર અને કેટલાક ખાસ મિત્રોએ હાજરી આપી હતી. ગ્રાન્ડ ફંક્શનમાં બંનેએ એકબીજાને કાયમ માટે પસંદ કર્યા. ઝીલે તેની હળદર અને મહેંદીની તસવીરો પણ શેર કરી છે.
તમને જણાવી દઈએ કે, તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોનુના રોલમાં જોવા મળી હતી. ટપ્પુ કી સેનાના સોનુને તેના પાત્રમાં ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેણે એક્ટિંગમાંથી બ્રેક લીધો છે. તે એક બિઝનેસવુમન બની ગઈ છે. ઝિલ સોશિયલ મીડિયા પર તેના કામ સાથે સંબંધિત તસવીરો અને વીડિયો શેર કરે છે. આદિત્ય પણ તેને આ કામમાં મદદ કરે છે.