બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન છેલ્લાં કેટલાક સમયથી તેના વૈવાહિક જીવનને કારણે ખૂબ જ લાઈમ લાઈટમાં રહે છે. આ આખા વર્ષ દરમિયાન અભિષેક બચ્ચનઅને ઐશ્વર્યાના ડિવોર્સની અફવાઓ અનેક વખત ઉડી હતી, જોકે કપલે આ બાબતે ચૂપકિદીની સેવી છે. જોકે, આ બધા વચ્ચે હવે ઐશ્વર્યા રાય ખૂબ જ બદલાઈ ગઈ છે એવું નિવેદન ચર્ચાનું કારણ બની રહ્યું છે. ચાલો તમને જણાવીએ કોણ છે આ વ્યક્તિ કે જેણે આવું નિવેદન આપ્યું છે અને શા માટે?
સોના મહાપાત્રાએ આપ્યું નિવેદન
જાણીતી સિંગર સોના મહાપાત્રાએ એક ઈન્ટરવ્યુમાં એવું નિવેદન આપ્યું છે કે,ફેમ મળ્યા બાદ ઐશ્વર્યા રાય ખૂબ જ બદલાઈ ગઈ છે. સોનાએ જણાવ્યું હતું કે મિસ વર્લ્ડ બનતાં પહેલાં અને પછી મેં એની પર્સનાલિટીમાં અને પરિવર્તન જોયા છે. તે દરરોજ 18 કલાક કામ કરે છે, જેથી તે ઈન્ડિપેન્ડન્ટ રહી શકે અને કોઈના કન્ટ્રોલમાં ના રહે. સોનાએ તેણે ઐશ્વર્યામાં શું-શું પરિવર્તન જોયું છે એના વિશે પણ વાત કરી હતી.સોનાએ જૂના દિવસોને યાદ કરતાં જણાવ્યું હતું કે જ્યારે હું ઐશ્વર્યાને પહેલી વખત મળી ત્યારે હું મુંબઈમાં એનઆઈડીની એન્ટ્રન્સ એક્ઝામ આપવા આવી હતી. એ સમયે તે આર્કિટેક્ચરનો અભ્યાસ કરી રહી હતી. એ ખૂબ જ સ્માર્ટ અને સુંદર હતી. તે સારી રીતે વાત કરતી હતી અને તે ટોપની સ્ટુડન્ટ હતી. તમારી જાણ માટે કે ઐશ્વર્યાનું સપનું આર્કિટેક્ટ બનવાનું હતું અને એટલે જ તેણે રચનાસન સદ એકેડેમી ઓફ આર્કિટેક્ચરમાં એડમિશન પણ લીધું હતું.
સ્કૂલના પ્રસંગમાં હતા સાથે
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન તાજેતરમાં તેમની દીકરી આરાધ્યા બચ્ચનની સ્કૂલમાં એન્યુઅલ ફંક્શનમાં હાજરી આપી હતી. જેમાં અમિતાભ બચ્ચન પણ હતા. બચ્ચન પરિવારને એકસાથે જોઈને એ અટકળો અને અફવાઓનો અંત આવ્યો કે ઐશ્વર્યા અને અભિષેક છૂટાછેડા નથી લઈ રહ્યા અને ઐશ્વર્યા બચ્ચન પરિવાર સાથે છે.બચ્ચન પરિવારે તેમના નજીકના સહયોગી રાજેશ યાદવના પુત્ર રિકિનના લગ્નના રિસેપ્શનમાં હાજરી આપી હતી.
Source link