સોનાના ભાવમાં છેલ્લા ઘણા દિવસથી વધારો જોવા મળી રહ્યો છે. નવા વર્ષની શરૂઆતમાં પણ સોનાના ભાવ વધ્યા હતા જે આજે એટલે કે ત્રીજા દિવસે પણ યથાવત રહેવા પામ્યા છે. હવે ઉત્તરાયણ બાદ કમુહૂર્તા ઉતરતા માંગલિક પ્રસંગોની શરૂઆત થશે. ત્યારે તમે પણ જો સોનું ખરીદવા માગતા હોવ તો સોનું ખરીદી જ લો. કારણ કે દિવસ જાય તેમ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
આજે શું છે સોનાનો ભાવ?
ત્યારે 3જી જાન્યુઆરીઓ સોનાના ભાવની વાત કરીએ તો, સોનાની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. નવા વર્ષના ત્રીજા દિવસે સોનાની કિંમતમાં 330 રૂપિયાનો વધારો થયો છે. શુક્રવાર, 3 જાન્યુઆરી, 2025 ના રોજ 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 300 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 330 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. દેશના મોટાભાગના શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 78,400 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. 22 કેરેટ સોનાની કિંમત 71,900 રૂપિયાની આસપાસ છે.
ચાંદીનો શું છે ભાવ
દેશમાં એક કિલો ચાંદીની કિંમત 90,500 રૂપિયા પર ટ્રેડ થઈ રહી છે. ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
3 જાન્યુઆરી, 2025 ના રોજ સોનાનો ભાવ
શહેરનું નામ | 22 કેરેટ ગોલ્ડ રેટ | 24 કેરેટ ગોલ્ડ રેટ |
દિલ્હી | 71,950 | 78,480 |
જયપુર | 71,950 | 78,480 |
લખનૌ | 71,950 | 78,480 |
મુંબઈ | 71,800 | 78,330 |
કોલકાતા | 71,800 | 78,330 |
અમદાવાદ | 71,850 | 78,380 |
બેંગલુરુ | 71,800 | 78,330 |
સોનું કેમ મોંઘુ થયું?
વેપારીઓનું કહેવું છે કે આ વધારો આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમતી ધાતુઓની કિંમતોમાં વધારો અને સ્થાનિક બજારમાં રોકાણકારોની માંગને કારણે થયો છે. નિષ્ણાંતો માને છે કે રૂપિયાની નબળાઈ અને આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂતાઈએ સોનાના ભાવને ટેકો આપ્યો હતો. સ્થાનિક બજારમાં સોનાની કિંમત 77,300 રૂપિયાની ઉપર છે અને કોમેક્સ માર્કેટમાં પણ સોનું 2,640 ડોલર પ્રતિ ઔંસની ઉપર ટ્રેડ થઈ રહ્યું છે. બજાર હવે અમેરિકાથી આવતા બેરોજગારી અને PMI જેવા મેક્રો ઇકોનોમિક ડેટા પર નજર રાખી રહ્યું છે, જે બુલિયન માર્કેટમાં અસ્થિરતા લાવી શકે છે.
Source link