![Bollywood: દિશા વાકાણીને શોમાં પરત લાવવી મુશ્કેલ છે : અસિત મોદી Bollywood: દિશા વાકાણીને શોમાં પરત લાવવી મુશ્કેલ છે : અસિત મોદી](https://i1.wp.com/resize-img.sandesh.com/epapercdn.sandesh.com/images/2025/01/04/O6jPzFZRkSFMV7RWA0EcLEXloY42OiaPwvS5IjTU.jpg?resize=600,315&w=780&resize=780,470&ssl=1)
છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે શું દયાબેન એટલે કે દિશા વાકાણી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો’માં પરત ફરશે કે નહીં. શોના પ્રોડયુસર અસિત મોદીએ તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં આ મુદ્દે વાત કરી છે.
તેણે કહ્યું કે તે ઈચ્છે છે કે દિશા શોમાં પરત ફરે. જોકે, હવે એ થવું મુશ્કેલ છે. અસિત મોદીએ એ પણ જણાવ્યું કે દયાબેનના રોલ માટે ઓડિશન ચાલી રહ્યાં છે. જો કોઈ એક્ટ્રેસ ફાઇનલ થશે તો તેઓ તેને આવકારશે. દિશા વાકાણી સપ્ટેમ્બર 2017માં પ્રસૂતિ રજા પર ગઈ હતી. ત્યારથી તે શોમાં પાછી ફરી નથી. આસિત મોદીએ કહ્યું ‘દયાબેનને પાછાં લાવવાં ખૂબ જ જરૂરી છે, કારણ કે હું પણ તેમને મિસ કરું છું. કેટલીકવાર સંજોગો એવા બને છે કે કેટલીક બાબતોમાં વિલંબ થાય છે. ક્યારેક સ્ટોરી લાંબી થઈ જાય છે. ક્યારેક કેટલીક મોટી ઘટનાઓ બને છે. 2024માં ચૂંટણી હતી, આઈપીએલ અને પછી વર્લ્ડ કપની મેચો હતી, વરસાદની મોસમ હતી. કેટલાંક કારણોસર તેમાં વિલંબ થઈ જાય છે.
પ્રોડયુસરે આગળ કહ્યું ‘હું હજી પણ પ્રયાસ કરી રહ્યો છું. જોકે મને લાગે છે કે દિશા વાકાણી શોમાં પાછી નહીં આવે. તેમને બે બાળકો છે. તે મારી બહેન જેવી છે. આજે પણ તેમના પરિવાર સાથે અમારો ખૂબ જ ગાઢ સંબંધ છે. મારી બહેન દિશા વાકાણીએ મને રાખડી બાંધી છે. તેના પિતા અને ભાઈ પણ મારા માટે પરિવાર છે. હવે તેના માટે શોમાં પરત આવવું મુશ્કેલ છે. લગ્ન પછી સ્ત્રીઓનું જીવન બદલાઈ જાય છે. નાનાં બાળકો સાથે કામ કરવું અને ઘરનું સંચાલન કરવું થોડું મુશ્કેલ છે. પરંતુ હું હજુ પણ હકારાત્મક છું. ક્યાંક મને લાગે છે કે ભગવાન કોઈ ચમત્કાર કરશે અને તે પાછી આવશે. જો તે આવશે, તો તે સારી બાબત હશે. જો કોઈ કારણસર તે ન આવે તો મારે બીજા દયાબેનને શો માટે લાવવા પડશે.
Source link