શેરબજાર સવારે પોઝિટીવ અસર સાથે ખૂલ્યા બાદ એકા એક માર્કેટ ધડામ થયુ છે. બપોરે 12 વાગ્યાની વાત કરીએ તો સેન્સેકસ 1200 કરતા વધારે પોઇન્ટથી તૂટ્યો જ્યારે નિફ્ટી 389 પોઇન્ટ તૂટ્યો છે. મહત્વનું છે કે સોમવારે, સેન્સેક્સ ઇન્ડેક્સ તેના અગાઉના 79,223.11ના બંધ સ્તરથી કૂદકો મારીને 79,281.65ના સ્તરે ખૂલ્યો હતો અને થોડી જ મિનિટોમાં તે 280.17 પોઇન્ટના ઉછાળા સાથે 79,503ના સ્તરે પહોંચ્યો હતો. આ સાથે, નિફ્ટી પણ તેના અગાઉના બંધ 24,004.75ના સ્તરથી કૂદકો મારીને 24,045.80ના સ્તરે ખૂલ્યો હતો અને 24,087.75ના સ્તરે ગયો હતો. પરંતુ ટ્રેડિંગના થોડા કલાકોમાં જ સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં પહોંચી ગયા હતા.
માર્કેટમાં મોટો કડાકો
યુએસ શેરબજારોમાં વધારો થયો હોવા છતાં ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સત્રમાં સોમવારે (6 જાન્યુઆરી) ઇન્ટ્રા-ડે ટ્રેડમાં ઘટ્યા હતા. ઈન્ડેક્સમાં ભારે વેઈટેજ ધરાવતા આઈટી, ફાઈનાન્શિયલ અને બેન્કિંગ શેરોમાં ભારે વેચવાલીથી બજાર નીચે ખેંચાઈ ગયું.
આ શેરોમાં ઘટાડો
સેન્સેક્સની 30 કંપનીઓમાં આઈસીઆઈસીઆઈ બેંક અને ટાઈટન સિવાયના તમામ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટાટા સ્ટીલના શેરમાં સૌથી વધુ ઘટાડો થયો હતો. કોટક મહિન્દ્રા બેંક, એશિયન પેઈન્ટ્સ સહિત અન્ય તમામ શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.
Source link