SPORTS

Champions Trophy માટે ક્યારે જાહેર થશે ટીમ ઈન્ડિયા? સામે આવી તારીખ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. આવી સ્થિતિમાં દરેકના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે BCCI ICC ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ક્યારે કરશે? હાલમાં જ ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમતી જોવા મળી હતી, જેના કારણે ફેન્સનું ધ્યાન ચેમ્પિયન્સ ટ્રોફી તરફ જતું ન હતું. હવે રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ સબમિટ કરવાની છેલ્લી તારીખ શું છે.

12 જાન્યૂઆરી પહેલા ટીમની કરાશે જાહેરાત

એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે તમામ ટીમોએ 12 જાન્યુઆરી સુધીમાં 15 સભ્યોની કામચલાઉ (જે ફેરફારને પાત્ર છે) ટીમની જાહેરાત કરવી પડશે. જોકે ટીમો 13 ફેબ્રુઆરી સુધી પોતાની ટીમમાં ફેરફાર કરી શકે છે. આ ટુર્નામેન્ટ 19મી ફેબ્રુઆરીથી શરૂ થશે. રિપોર્ટમાં ICCના એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, “તમામ ટીમોએ 12 જાન્યુઆરી સુધીમાં તેમની ટીમ સબમિટ કરવી પડશે, પરંતુ 13 ફેબ્રુઆરી સુધી ફેરફારો કરી શકાય છે. તે ટીમો પર નિર્ભર રહેશે કે તેઓ તેમની ટીમની જાહેરાત કરે છે કે નહીં કારણ કે ICC ” 13મી ફેબ્રુઆરીના રોજ સબમિટ કરાયેલી ટીમને બહાર પાડશે.

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઈંગ્લેન્ડ સામે ભારતની સફેદ બોલની સિરીઝ

તમને જણાવી દઈએ કે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ઘરની ધરતી પર સફેદ બોલની સિરીઝ રમશે. આ સીરીઝમાં 5 T20 ઈન્ટરનેશનલ અને 3 ODI મેચ રમાશે. આ સિરીઝ 22 જાન્યુઆરીથી શરૂ થશે. પ્રથમ T20 મેચ રમાશે. ત્યારબાદ 6 ફેબ્રુઆરીથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થશે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની આ છેલ્લી વનડે સિરીઝ હશે, જેના દ્વારા ટીમ ટૂર્નામેન્ટની તૈયારી કરી શકશે.

2017માં ફાઈનલમાં પહોંચ્યા બાદ હારી ગઈ હતી ટીમ ઈન્ડિયા

નોંધનીય છે કે ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી સિઝન 2017માં રમાઈ હતી, જ્યાં ટીમ ઈન્ડિયાને ટાઈટલ મેચમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, ચાહકો આ વખતે ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટ જીતવાની આશા રાખશે.




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button