SPORTS

Chess: વર્લ્ડ ચેમ્પિયન ગુકેશે વર્ષ 2025 માટેના નવા લક્ષ્યો નક્કી કર્યા

શતરંજના ખેલાડી ડી.ગુકેશે વીતેલા એક મહિનામાં અનેક ઉપલબ્ધિ હાંસલ કરી છે. વિશ્વ ચેમ્પિયનશિપ જીત્યા પછી હાલમાં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર માટે પણ પસંદગી પામ્યા છે. શતરંજના આ પ્રભાવશાળી ખેલાડી વર્ષ 2025ના પડકારભર્યા વર્ષ માટે ફરી લક્ષ્યો નક્કી કરવા માંગે છે.

ગુકેશ 17 જાન્યુઆરીથી નેધરલેન્ડના વિઝક આન જીમાં શરૂ થનારી તાતા સ્ટીલ ટૂર્નામેન્ટમાં પણ ભાગ લેવાના છે.અનીશ ગિરી, અર્જુન એરિગસી, ફૈબયાનો કારૂઆના અને પ્રજ્ઞાનાનંદ જેવા ટોચના ખેલાડીઓ પણ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવાના છે.રવિવારે વેસ્ટબ્રિજ કેપિટલ દ્વારા આયોજીત સન્માન સમારંભમાં ભાગ લીધો. મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે,’ વર્ષ 2025 ખુબપ પડકાર જનક રહેશે. નવી ટૂર્નામેન્ટ્સ યોજાશે. વિશ્વ ચેમ્પિયનશિપ હવે ભૂતકાળની વાત બની ચુકી છે. તે પુરસ્કાર જીતીને ખુબ ખુશ છું. પરંતુ નવી ટુર્નામેન્ટની તૈયારી નવેસરથી વિચારવું પડશે. લક્ષ્ય અને દ્રષ્ટિકોણ એ જ રહેશે. પરંતુ રમતને બહેતર કરવી પડશે, તેથી ઘણુબધું શીખીને સુધાર લાવવા માંગું છું. આશા છે કે વર્ષ 2025 મજેદાર બની રહેશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button