અમેરિકન શેરબજારોમાં ઉછાળાની વચ્ચે ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં એટલે કે સોમવારે (6 જાન્યુઆરી) સકારાત્મક નોંધ પર ખુલ્યા હતા. માર્કેટ નિષ્ણાંતોના મતે આ સપ્તાહે શરૂ થનારા ત્રીજા ક્વાર્ટરના કંપનીના પરિણામો પહેલા બ્લુ-ચિપ શેરોમાં હકારાત્મક મૂવમેન્ટની અપેક્ષા છે.
શેરબજારની પોઝિટીવ શરૂઆત
શેરબજારના 13 મુખ્ય ક્ષેત્રોમાંથી, શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન 11માં ઉછાળો હતો. વધુ સ્થાનિક રીતે કેન્દ્રિત સ્મોલકેપ્સ અને મિડકેપ્સ પણ લગભગ 0.3% વધ્યા છે. ગયા અઠવાડિયે શુક્રવારે નિફ્ટી અને બીએસઈ સેન્સેક્સ બંને ફાયનાન્સિયલ અને આઈટી શેરોના કારણે ઘટ્યા હતા. જો કે, ઓટો શેરોએ માસિક વેચાણ ડેટામાં ઉછાળાને પગલે સાપ્તાહિક વધારો નોંધાવ્યો હતો.
કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારની શરૂઆત તેજી સાથે થઇ છે. સવારે 9.30 કલાકે સેન્સેક્સ 172 પોઇન્ટના વધારા સાથે 79,395.67 અંક પર ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી 42.65 પોઇન્ટના વધારા સાથે 24,047.40 અંકના વધારા સાથે ખૂલ્યો.
આ અઠવાડિયે બજાર કેવી ચાલશે?
આ સપ્તાહથી ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર થઈ રહ્યા છે. આઇટી ક્ષેત્રની ટોચની કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના પરિણામો 9 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે ટૂંકા ગાળામાં બજારની દિશા નક્કી કરવામાં આ મહત્ત્વની ભૂમિકા ભજવશે.
તેમણે જણાવ્યું હતું કે યુએસ નીતિ અને કેન્દ્રીય બજેટ સહિત તમામ મુખ્ય ટ્રિગર્સની વચ્ચે કંપનીઓના ત્રિમાસિક પરિણામો ટૂંકા ગાળામાં સ્થાનિક ઇક્વિટીના પ્રદર્શનને આકાર આપવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
Source link