બાબા સિદ્દીકીની હત્યાબાદ સલમાન ખાનની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સલમાન ખાન ઘરની બહાર નીકળે કે પછી ઘરની અંદર જ કેમ નહોય. તેની સુરક્ષાને લઇને સ્હેજ પણ ચૂક ન રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. વળી વર્ષ 2024માં તો સલમાન ખાનને અનેક વાર જાનથી મારી નાંખવાની ધમકીઓ પણ મળી ચૂકી છે. તેવામાં સલમાન ખાન અને તેના પરિજનો પરેશાન થાય તે વાત સ્વાભાવિક છે. ત્યારે નવા વર્ષમાં ભાઇજાનની સિક્યોરિટી વધુ ટાઇટ કરવામાં આવી છે આવો જાણીએ કેવી રીતે.
ગેલેક્સીમાં કરાયા આ ફેરફારો
સલમાન ખાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં આ ફેરફારો કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગેલેક્સી એપાર્ટમેન્ટની દરેક બાજુએ હાઈ સિક્યોરિટી ટ્રેસર પણ લગાવવામાં આવ્યા છે. નવા વર્ષની શરૂઆતમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે. હવે તેમના ગેલેક્સી એપાર્ટમેન્ટની બાલ્કનીમાં બુલેટ પ્રુફ ગ્લાસ લગાવવામાં આવ્યો છે.
ઘરમાં કરાયા આ ફેરફારો
સલમાન ખાનના ઘરની બાલ્કનીમાં બુલેટ પ્રૂફ કાચની દિવાલ બનાવવામાં આવી છે. આ એ જ બાલ્કની છે જ્યાંથી સલમાન ખાન ઊભો રહે છે. ઈદ, દિવાળી અને તેના જન્મદિવસ પર સલમાન ખાન આ બાલ્કનીમાં ઉભો રહીને સેંકડો ચાહકોનો આભાર માને છે. પરંતુ હવે તેના અને તેના પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવે બાલ્કનીમાં બુલેટ પ્રુફ કાચ લગાવવામાં આવ્યો છે. આ સાથે બારીઓ પર બુલેટ પ્રુફ કાચ પણ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, કેટલાક વધુ ઉચ્ચ તકનીકી સુરક્ષા ઉપકરણો પણ સ્થાપિત કરવામાં આવ્યા છે.
ઘરની સામે પોલીસ ચોકી
હાલમાં એક તરફ બુલેટ પ્રુફ ગ્લાસ લગાવવામાં આવ્યા છે. તો બીજી તરફ હાઈ સિક્યોરિટી ટ્રેસર પણ લગાવવામાં આવ્યા છે. સલમાન ખાનની સુરક્ષા માટે ઘરની બહાર હાઈ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. તેમજ ઘરની સામે જ પોલીસે ચોકી બનાવી છે.
4590 પાનની ચાર્જશીટ દાખલ
ઉલ્લેખનીય છે કે બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે 85 દિવસ પછી સોમવારે મકોકા કોર્ટમાં 4590 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટ વિવિધ રાજ્યોમાંથી ધરપકડ કરાયેલા 26 આરોપીઓ અને 3 ફરાર આરોપીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. આરોપીઓના નામ – શુભમ લોનકર, જીશાન અખ્તર અને અનમોલ બિશ્નોઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સિવાય ચાર્જશીટમાં કુલ 180 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે.
Source link