મંગળવારે ઓકલેન્ડમાં એટીપી ટૂર ટુર્નામેન્ટ દરમિયાન ટેનિસ પ્લેયર કેમરન નોરીએ ફેંકેલા રેકેટથી એક દર્શકને ઇજાઓ થઇ હતી જો કે તેણે માફી માંગી લેતાં તે અયોગ્ય જાહેર થતાં બચી ગયો હતો. બ્રિટનનો નોરી કે જે ઓકલેન્ડમાં જ પેદા થયો છે તે આર્જેન્ટિનાના ફેકુંડો ડિયાઝ અકોસ્ટા સામેની મેચમાં મેચ પોઇન્ટથી પાછળ હતો ત્યારે તેણે પોતાનું રેકેટ હવામાં ઉછાળ્યું હતું.
આ રેકેટ કોર્ટ સાઇડ બોક્સમાં બેઠેલી એક મહિલાને ટકરાયું હતું જોકે તેને કોઇ ઇજાઓ થઇ ન હતી. ચેર અમ્પાયરે નોરીને ચેતવણી આપી હતી. જો કે તે પછી તે ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં 2-6, 3-6થી મેચ હારી ગયો હતો. નોંધનીય છે કે તે પાછલા વર્ષે ઓકલેન્ડમાં ફાઇનલમાં પહોંચી ગયો હતો. નોરીએ આ અંગે જણાવ્યું હતું કે, હું આવું કરવાનો કોઇ ઇરાદો ધરાવતો ન હતો, પરંતુ તેમ છતાં આવું કરવું આદર્શ ના ગણાય અને આવું મેં ક્યારેય કર્યું નથી. મહિલા દર્શક હસી રહી હતી અને મેં તેને જણાવ્યું હતું કે મને ખેદ છે, મારો આવું કરવાનો કોઇ ઈરાદો ન હતો. તેણે મને જવાબ આપ્યો હતો કે હાં, હું એકદમ બરાબર છું. અત્રે નોંધનીય છે કે 2020માં ભુલથી લાઇન પર્સનને બોલ મારવા બદલ નોવાક જોકોવીચને યુએસ ઓપનમાં અયોગ્ય જાહેર કરવામાં આવ્યો હતો. 2023માં ફ્રેન્ચ ઓપનમાં મિયુ કાટો અને એલ્ડિલાને પણ એક બોલ ગર્લને ભુલથી બોલ મારવા બદલ મહિલા ડબલ્સમાંથી બહાર કરી દેવામાં આવી હતી.
Source link