![Share Market Closing: નજીવા ઘટાડા સાથે માર્કેટ બંધ, સેન્સેક્સ 78,144 અંકે Share Market Closing: નજીવા ઘટાડા સાથે માર્કેટ બંધ, સેન્સેક્સ 78,144 અંકે](https://i1.wp.com/resize-img.sandesh.com/epapercdn.sandesh.com/images/2024/12/16/2h6Xh71EhWuVNQdmCjBZTZOITGrc0nUfKU87JrKI.jpg?resize=600,315&w=780&resize=780,470&ssl=1)
કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે બુધવારે શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો છે. નવા વર્ષની શરૂઆત થઇ પરંતુ હજી સુધી માર્કેટમાં કોઇ સુધારો જોવા મળ્યો નથી. બુધવારે બપોરે 3.30 કલાકે શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું. સેન્સેક્સ 54.29 પોઇન્ટના નજીવા ઘટાડા સાથે 78,144.82 અંક પર બંધ થયુ જ્યારે નિફ્ટી 14.60 પોઇન્ટના નજીવા ઘટાડા સાથે 23,693.30 અંક પર બંધ થયો.
માર્કેટ ફ્લેટ બંધ
બજારમાં નીચા સ્તરેથી સારી રિકવરી જોવા મળી હતી અને અંતે સેન્સેક્સ અને નિફ્ટી સપાટ બંધ રહ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. ફાર્મા, મેટલ, ઓટો શેરો દબાણ હેઠળ રહ્યા હતા જ્યારે રિયલ્ટી, પીએસઈ ઈન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. ઓઈલ-ગેસ, આઈટી શેરમાં ખરીદી હતી. રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે બંધ રહ્યો હતો.
ટોપ લુઝર-ટોપ ગેનર
ONGC, ITC, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એશિયન પેઈન્ટ્સ, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ નિફ્ટીમાં ટોપ ગેનર છે. જ્યારે અપોલો હોસ્પિટલ, ટ્રેન્ટ, બજાજ ઓટો, અલ્ટ્રાટેક સિમેન્ટ, શ્રીરામ ફાઇનાન્સ નિફ્ટીના ટોપ લૂઝર છે.બીએસઈના મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.
Source link