NATIONAL

CSMIAએ ACI તરફથી લેવલ 5 એક્રેડિશન સાથે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી – GARVI GUJARAT

CSMIA ને ઉન્નત પ્રવાસન અનુભવો પ્રદાન કરવા બદલ ACI લેવલ 5 એક્રેડિશન

ભારતનું પ્રથમ અને વિશ્વનું ત્રીજું માન્યતા પ્રાપ્ત એરપોર્ટ બન્યું

• ગ્રાહક અનુભવ માટે એરપોર્ટ્સ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) દ્વારા લેવલ 5 એક્રેડિશન પ્રાપ્ત કરનાર મુંબઈ એરપોર્ટ ભારતનું પ્રથમ અને વિશ્વનું ત્રીજું એરપોર્ટ બન્યું.
• ACI એકમાત્ર વિશ્વનો એરપોર્ટ કસ્ટમર એક્સપિરિયન્સ એક્રેડિટેશન પ્રોગ્રામ છે, જે એરપોર્ટ ઉદ્યોગમાં ગ્રાહક અનુભવ મેનેજમેન્ટનું 360-ડિગ્રી વ્યુ પ્રદાન કરે છે.
• આ માન્યતા વ્યાપક સમીક્ષા અને તાલીમ પ્રક્રિયા બાદ આપવામાં આવે છે. જેમાં હિતધારકો અને કર્મચારીની સંલગ્નતા તેમજ સ્ટાફનો સમાવેશ થાય છે.
• ડિઝાઇન થિંકિંગ દ્વારા CSMIA ની ડિજિટલ-પ્રથમ પહેલો, માનવીય સંવેદનાઓ સાથે મુસાફર કેન્દ્રિત અભિગમ તેને સક્ષમ બનાવે છે.
• ‘aviio’ ના રોલઆઉટ સાથે ડિજિટલ ગેટવે (ઈ-ગેટ્સ) થકી મુસાફરોની ઉન્નત સુવિધા લેવલ 5 એક્રેડિશન મેળવવામાં સહાયક

છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) એ એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI) તરફથી લેવલ 5 એક્રેડિશન સાથે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. એરપોર્ટ પર ગ્રાહક અનુભવને માન્યતા આપવાના કાર્યક્રમમાં ACI સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. CSMIA એ ભારતનું પ્રથમ અને વિશ્વનું ત્રીજું એરપોર્ટ છે જેણે આ નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. તે CSMIAને મુસાફરોના સંતોષ અને ઓપરેશનલ શ્રેષ્ઠતામાં અગ્રણી તરીકેની આગવી ઓળખ આપે છે. આ પ્રતિષ્ઠિત સન્માન CSMIA ને વિશ્વના સર્વોચ્ચ પ્રદર્શન કરતા એરપોર્ટની શ્રેણીમાં જોડે છે.

અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) ના ડાયરેક્ટર જીત અદાણીએ જણાવ્યું હતું કે “CSMIA આ પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત કરી વિશ્વના અગ્રણી એરપોર્ટ્સમાં સ્થાન મેળવી રોમાંચ અનુભવે છે. આ પ્રતિષ્ઠિત સન્માન પેસેન્જર અનુભવને સમજવા અને વધારવા માટેના અમારા સમર્પણનું પરિણામ છે. આ સિદ્ધિ માત્ર અમારી પ્રગતિને જ નહીં પરંતુ એરપોર્ટ ઓપરેશન્સ અને પેસેન્જર સેવામાં વૈશ્વિક લીડર તરીકે CSMIAની ભૂમિકાને પણ મજબૂત બનાવે છે.

111CSMIA ખાતે કાર્યરત ડિઝાઇન થિંકિંગ પધ્ધતિઓએ એરલાઇન્સ, રિટેલ અને લાઉન્જ પાર્ટનર્સ તેમજ નિયમનકારી સંસ્થાઓ સહિત હિતધારકોની જરૂરિયાતોને સંબોધતા નવીન ઉકેલોના વિકાસને સક્ષમ બનાવ્યું છે. ગ્રાહક પ્રતિસાદ અને CSAT સ્કોર્સના સતત સંગ્રહ અને વિશ્લેષણથી પડકારજનક વિષયો અને સુધારણા માટેના વિસ્તારોને ઓળખવામાં મદદ મળી છે. કર્મચારીઓ, વિક્રેતા ભાગીદારો અને CISF, ઈમિગ્રેશન, કસ્ટમ્સ અને એરલાઈન્સ જેવા હિતધારકો ગ્રાહક સેવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. CSMIA ની તમામ ટીમોએ મુસાફરીને સરળ બનાવવા ધ્યાન કેન્દ્રિત કરીને સખત તાલીમ લીધી છે.

CSMIA નું સમર્પિત, ડેટા-આધારિત, ડિજિટલ-ફર્સ્ટ, પેસેન્જર-કેન્દ્રિત અભિગમ સાથે ઓપરેશનલ એડવાન્સમેન્ટ્સથી આગળ વિસ્તરે છે. વિસ્તૃત ડિજિટલ ગેટવે પ્રોગ્રામે ડિજીયાત્રા અને નોન-ડિજિયાત્રા બંને મુસાફરોનો અનુભવ વધુ સુધાર્યો છે. T2 માં પ્રવેશ પરના ઇ-ગેટ 24 થી વધારીને પ્રભાવશાળી 68 કરવામાં આવ્યા છે. aviio એપનું રોલઆઉટ ભારતમાં એરપોર્ટ્સની પ્રથમ પ્રકારની ડિજિટલ પહેલ છે. તે એરપોર્ટના હિતધારકોને સહયોગ કરવા મુસાફરોને વધુ સારી સેવા આપવા ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પાથ-બ્રેકિંગ પહેલનો ઉદ્દેશ ઉડ્ડયન સમુદાયને સેવા આપવા અને એરપોર્ટ ઓપરેશન્સ, મેનેજમેન્ટ અને પેસેન્જર અનુભવ માટે નવા ધોરણો સ્થાપિત કરવાનો છે. CSMIAમાં દરેક સુધારણાનો હેતુ રાહ જોવાનો સમય ઘટાડવા, આરામ વધારવા અને મુસાફરો માટે સરળ મુસાફરીની સુવિધા આપવાનો છે.

2222ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી અને સેવાઓમાં સતત નવીનતા દ્વારા CSMIA એ શ્રેષ્ઠતા માટે નવા માપદંડો સ્થાપિત કર્યા છે. ટર્મિનલ 2 ડિપાર્ચર્સ ખાતે નવ કમ્ફર્ટ ડોગ્સ દર્શાવતા લોકપ્રિય પૉફેક્ટ પ્રોગ્રામની પુનઃ રજૂઆત તેના પ્રયાસોની એક વિશેષતા છે. આનંદના આ રુંવાટીદાર એમ્બેસેડર્સ મુસાફરો માટે આરામ અને સ્મિત લાવે છે. તેમના પ્રવાસના અનુભવમાં યાદગાર સ્પર્શ ભેળવે છે.

About Mumbai International Airport Limited (MIAL):

Mumbai International Airport Limited (MIAL) is managed by Adani Airport Holdings Limited (AAHL), a subsidiary of Adani Enterprises, the flagship company of the globally diversified Adani Group. MIAL is a Public-Private Partnership (PPP) venture between AAHL, holding a majority stake of 74%, and the Airports Authority of India, holding the rest 26%. AAHL aims to converge India’s biggest cities in a hub and spoke model through the Group’s proven strength in developing and managing complex transport & logistics hubs.
With a strong understanding of modern-day mobility requirements, the Adani Group’s vision for MIAL is to reinvent Mumbai International Airport as India’s biggest aerotropolis, where the traditional airport nucleus of passenger and cargo infrastructure will be reinforced by interdependent clusters of commercial and residential infrastructure to create the nation’s busiest airport ecosystem.
MIAL has been further envisioned as a global air-travel focal point where domestic and international flyers actively engage in business and leisure supported by metropolitan expansion that catalyses aviation-linked businesses and employment opportunities. At MIAL, we intend to create distinctiveness with an experiential offering that puts Mumbai first.

Zero Error Ad




Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button