2 દિવસના ઘટાડા બાદ બજાર સુધર્યું છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદારી હતી જ્યારે ઓઈલ-ગેસ, મેટલ અને એનર્જી શેરોમાં ખરીદારી હતી. રિયલ્ટી, ફાર્મા ઇન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયા છે. સેન્સેક્સ, નિફ્ટી ઉછાળા સાથે બંધ થયા છે. રૂપિયો 12 પૈસા મજબૂત થઈને 85.71/$ પર બંધ થયો.
માર્કેટ તેજી સાથે બંધ
મંગળવારે શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેકસ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ 234.12 પોઇન્ટના વધારા સાથે 78,199 અંક પર બંધ થયો. જ્યારે નિફ્ટી +76.90 પોઇન્ટના વધારા સાથે 23,692 અંક પર બંધ થયો હતો.
ટોપ ગેનર-ટોપ લુઝર
ઓએનજીસી, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, ટાટા મોટર્સ, એચડીએફસી લાઈફ, અદાણી એન્ટરપ્રાઈઝ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા. જ્યારે એચસીએલ ટેક, ટીસીએસ, આઈશર મોટર્સ, હીરો મોટોકોર્પ, ટ્રેન્ટ નિફ્ટીના ટોપ લુઝર હતા.
વધારા સાથે બંધ થયું માર્કેટ
આઈટી સિવાય તમામ સેક્ટર ઈન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા છે. ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, બેન્ક, મેટલ અને ફાર્મા ઈન્ડેક્સ 0.5-1 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે BSE મિડકેપ ઈન્ડેક્સ 0.7 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.7 ટકાના વધારા સાથે બંધ થયા છે. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 234.12 પોઈન્ટ્સ અથવા 0.30 ટકાના વધારા સાથે 78,199.11 પર બંધ થયો હતો. નિફ્ટી 91.85 પોઈન્ટ અથવા 0.39 ટકાના વધારા સાથે 23,707.90 પર બંધ રહ્યો.
Source link