અમેરિકી ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રહી ચૂકેલા સ્ટુઅર્ટ લો આજે નોકરીની શોધમાં જગ્યાએ જગ્યાએ ભટકી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા માટે 55 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર સ્ટુઅર્ટ આજે એટલો પરેશાન છે કે તેને LinkedIn પર નોકરી શોધવી પડી છે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી, જેણે ક્રિકેટ ટીમમાં ભેદભાવના આરોપમાં તેની અગાઉની નોકરી ગુમાવી દીધી હતી, તેણે શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને તાજેતરમાં યુએસની રાષ્ટ્રીય ટીમને કોચિંગ આપ્યું છે. ગયા વર્ષે, જ્યારે યુએસ ટીમ વેસ્ટ ઈન્ડિઝ સાથે સંયુક્ત રીતે T20 વર્લ્ડ કપ 2024નું આયોજન કરી રહી હતી, ત્યારે તે મેનેજમેન્ટનો ભાગ હતો.
લોને ક્રિકેટ કોચિંગનો સારો અનુભવ છે. તેણે 1994 થી 1999 દરમિયાન તેની રાષ્ટ્રીય ટીમ માટે એક ટેસ્ટ અને 54 ODI મેચ રમી હતી. તાજેતરમાં યુએસએના કોચ રહેલા લોએ શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન માટે પણ આ જ પદ પર કામ કર્યું છે.
અમેરિકા સાથે લોનો કાર્યકાળ સફળ રહ્યો
લોનો યુએસએ સાથેનો કાર્યકાળ ઘણો સફળ રહ્યો. તેના નેતૃત્વમાં ટીમ બાંગ્લાદેશ સામેની T20 શ્રેણી અને T20 વર્લ્ડ કપમાં પૂર્વ ચેમ્પિયન પાકિસ્તાનને હરાવવામાં સફળ રહી હતી. ક્રિકબઝના અહેવાલ મુજબ, ખેલાડીઓએ એક પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે કેટલાક ખેલાડીઓ પ્રત્યેના તેમના અભિગમે ટીમના વાતાવરણને સૌથી નીચા સ્તરે પહોંચાડ્યું છે. તેણે એમ પણ કહ્યું કે 56 વર્ષીય ભૂતપૂર્વ કોચ મોટાભાગે 7-8 ખેલાડીઓ સાથે ભેદભાવ રાખતા હતા, જેમાંથી મોટાભાગના ભારતીય મૂળના ખેલાડીઓ હતા. જેમાં કેપ્ટન મોનક પટેલ પણ સામેલ હતા.
લો પર ખેલાડીઓને ઉશ્કેરવાનો આરોપ
જે અહેવાલો સામે આવ્યા છે, તે જોવું રહ્યું કે લોને કોચિંગની નોકરી મળે છે કે નહીં. પત્રમાં લો પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે અમેરિકન ક્રિકેટરોને ‘જૂઠું બોલીને’ કેપ્ટન પટેલ વિરુદ્ધ ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો. પટેલ ઉપરાંત ભારતીય મૂળના હરમીત સિંહ અને મિલિંદ કુમાર જેવા ખેલાડીઓને પણ લોની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.