ખો-ખો ફેડરેશન ઓફ ઈન્ડિયા (KKFI) અને ઈન્ટરનેશનલ ખો-ખો ફેડરેશન (IKKF) એ આગામી ખો-ખો વર્લ્ડ કપ 2025 માટે ભારતીય પુરુષ અને મહિલા ટીમોની જાહેરાત કરી છે. ખો-ખો વર્લ્ડ કપ 13 થી 19 જાન્યુઆરી દરમિયાન નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે.
આ ઈવેન્ટના પ્રથમ એડિશનમાં 20 પુરુષોની ટીમો અને 19 મહિલા ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે 23 દેશો ભારતમાં આવી રહ્યા છે.
પ્રતીક વાયકર બન્યો મેન્સ ટીમનો કેપ્ટન
મેન્સ ટીમનું નેતૃત્વ પ્રતીક વ્યાકર કરશે. તેને 2016 માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તેને આઠ વર્ષની ઉંમરે ખો-ખો રમવાનું શરૂ કર્યું. તેને ખો-ખો લીગમાં તેલુગુ વોરિયર્સનું નેતૃત્વ કર્યું છે. આ સિવાય તેની કેપ્ટનશીપ હેઠળ, મહારાષ્ટ્રે 56મી સિનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો.
પ્રિયંકા ઈંગલે બની વિમેન્સ ટીમની કેપ્ટન
પ્રિયંકા ઈંગલેને વિમેન્સ ટીમની કેપ્ટનશીપ મળી છે. તે 15 વર્ષમાં 23 રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈને ટીમનો મુખ્ય ભાગ રહી છે. તેમની સિદ્ધિઓમાં ઈલા એવોર્ડ (શ્રેષ્ઠ સબ-જુનિયર ખેલાડી), રાણી લક્ષ્મી બાઈ એવોર્ડ (2022 સિનિયર નેશનલ્સ) અને ચોથી એશિયન ખો-ખો ચેમ્પિયનશિપ 2022-23માં ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે.
KKFI ના પ્રમુખ સુધાંશુ મિત્તલ અને મહાસચિવ એમએસ ત્યાગીની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ પુરુષ અને મહિલા ટીમો માટે અંતિમ 15 ખેલાડીઓની પસંદગી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તાલીમ શિબિરમાં કોચિંગ સ્ટાફ સાથે 60 પુરુષ અને 60 મહિલા ખેલાડીઓનો સમાવેશ થતો હતો.
પુરુષ ટીમ: પ્રતિક વાયકર (કેપ્ટન), પ્રભાણી સબર, મેહુલ, સચિન ભાર્ગો, સુયશ ગરગતે, રામજી કશ્યપ, શિવા પોથીર રેડ્ડી, આદિત્ય ગણપુલે, ગૌતમ એમકે, નિખિલ બી, આકાશ કુમાર, સુબ્રમણ્ય વી., સુમન બર્મન, અનિકેત પોટે, રોકેસન સિંહ
સ્ટેન્ડબાય: અક્ષય બાંગરે, રાજવર્ધન શંકર પાટિલ, વિશ્વનાથ જાનકીરામ.
મહિલા ટીમ: પ્રિયંકા ઈંગલે (કેપ્ટન), અશ્વિની શિંદે, રેશ્મા રાઠોડ, ભિલ્લર દેવજીભાઈ, નિર્મલા ભાટી, નીતા દેવી, ચૈત્રા આર., શુભાશ્રી સિંહ, મગાઈ માઝી, અંશુ કુમારી, વૈષ્ણવી બજરંગ, નસરીન શેખ, મીનુ, મોનિકા, નાઝિયા બીબી.
સ્ટેન્ડબાય: સંપદા મોરે, રિતિકા સિલોરિયા, પ્રિયંકા ભોપી.