લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ 100 વર્ષ જૂના રિવરસાઈડ સ્ટુડિયોને કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપતા શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર તરીકે બદલવાના વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલના વિઝનની પ્રશંસા કરી છે.
અનિલ અગ્રવાલ આઈકોનિક રિવરસાઈડ સ્ટુડિયોના માલિક બન્યા
થેમ્સ નદીના ઉત્તર કિનારે આવેલા આ પ્રતિષ્ઠિત ગ્લોબલ સેન્ટર ફોર આર્ટ્સ ખાતે ઉપસ્થિત મેદનીને સંબોધતા બિરલાએ જણાવ્યું હતું કે આ સ્ટુડિયો વિશ્વભરના કલાકારો અને પર્ફોર્મસને એક પ્લેટફોર્મ પૂરું પાડશે. વિવિધ ખંડોમાં કલા, સંસ્કૃતિ અને નવીનતાને જોડતી એક મહત્વપૂર્ણ પહેલમાં વેદાંતા ગ્રુપના સ્થાપક અને ચેરમેન અનિલ અગ્રવાલ હવે આ આઈકોનિક રિવરસાઈડ સ્ટુડિયોના માલિક બન્યા છે.
વિશ્વભરના કલાકારોને લંડનમાં મળશે તક: લોકસભા સ્પીકર
બિરલાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આવા પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ પર કલા અને સંસ્કૃતિને પ્રમોટ કરવાના તેમના પ્રયાસો બદલ હું અનિલ અગ્રવાલનો આભાર માનું છું. વિશ્વભરના કલાકારોને લંડનમાં તેમના વિશ્વની કલા અને સંસ્કૃતિને દર્શાવવા માટેની તક મળશે. રિવરસાઈડ સ્ટુડિયો ટ્રસ્ટ પોતાની પ્રતિભા બતાવવા માટે આવા કલાકારો માટેનું વૈશ્વિક મંચ બનશે. ઓમ બિરલાએ કલા, સંસ્કૃતિ અને નવીનતાના સંયોજનને સરળ રીતે એકીકૃત કરતા પ્રતીકરૂપે રિવરસાઈડ સ્ટુડિયોની વિવિધ દેશો વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાનના પ્રતીક તરીકે સરાહના કરી હતી.
આ પ્રસંગે પોતાનો આભાર વ્યક્ત કરતા વેદાંતાના ચેરમેન અનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે લોકસભાના સ્પીકર ઓમ બિરલાનું રિવરસાઇડ સ્ટુડિયો ખાતે સ્વાગત કરતા અમે ખૂબ જ ખુશી અનુભવીએ છીએ. તેમનું દૂરંદેશીપણું અને નેતૃત્વ કેવળ આર્થિક સહયોગ દ્વારા જ નહીં, પરંતુ આપણા સહિયારા સાંસ્કૃતિક વારસાની ઉજવણી અને જતન દ્વારા પણ ભારત અને યુકે વચ્ચેના સંબંધો મજબૂત બનાવવા પર સતત કામ કરવા આપણને પ્રેરિત કરે છે.
સમૃદ્ધ વારસા માટે પ્રશંસા વ્યક્ત કરી
લોકસભા સ્પીકરે શિક્ષણ, મહિલા સશક્તિકરણના ક્ષેત્રે તથા નંદઘરમાં આંગણવાડીઓની કાયાપલટ કરીને બાળકોના સર્વાંગી વિકાસમાં યોગદાન આપવાના વેદાંતાના અગ્રેસર પ્રયાસોની પણ સરાહના કરી હતી. તેમણે નોંધ્યું હતું કે નંદઘર બાળકોને મફત શિક્ષણ અને પોષણ આપે છે. આવા પગલાં સમાજના સુવિધાઓથી વંચિત વર્ગોના ઉત્થાન માટે ખૂબ જરૂરી છે. આ મુલાકાતનું સમાપન આઈકોનિક રિવરસાઇડ સ્ટુડિયોની ગાઇડેડ ટુર સાથે થયું જ્યાં ઓમ બિરલાએ કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવામાં આ સ્થળના સમૃદ્ધ વારસા માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આવા સેન્ટર્સ સાંસ્કૃતિક કૂટનીતિને વધારવા અને લોકોના વચ્ચેના સંબંધો મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
ઓમ બિરલાની અનિલ અગ્રવાલ રિવરસાઈડ સ્ટુડિયોની મુલાકાત ભારત તથા યુકે વચ્ચેના વિકસતા સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં ઉલ્લેખનીય પ્રયાસ છે. આ સાંસ્કૃતિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવા અને પારસ્પરિક સમૃદ્ધિના ભવિષ્યનો પાયો તૈયાર કરવાના સહિયારા વિઝનની પુષ્ટિ કરે છે.
Source link