ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. મોહમ્મદ શમીને ટીમમાં સ્થાન મળ્યું છે. ટીમની કમાન સૂર્યકુમાર યાદવના હાથમાં છે. શમી લગભગ 2 વર્ષ પછી ટીમમાં વાપસી કરી રહ્યો છે. ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝ માટે રિષભ પંતને તક મળી નથી.
મોહમ્મદ શમીને મળ્યું સ્થાન
2023ના વર્લ્ડકપ પછી મોહમ્મદ શમી પહેલી વાર ટીમમાં વાપસી કરી રહ્યો છે. ઈજામાંથી સ્વસ્થ થયા પછી, તે રણજી ટ્રોફી અને T20 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમતા જોવા મળ્યો. આ સિવાય તે હાલમાં વિજય હજારે ટ્રોફીમાં રમી રહ્યો છે. ઘૂંટણમાં સોજાને કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે તેમની પસંદગી કરવામાં આવી ન હતી.
ધ્રુવ જુરેલને મળી તક
રિષભ પંતને ટીમમાં સ્થાન મળ્યું નથી. ધ્રુવ જુરેલને ટીમમાં બીજા વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ઈન-ફોર્મ સંજુ સેમસન વિકેટકીપર-બેટ્સમેન તરીકે પહેલી પસંદગી હશે. રિષભ પંતને સ્થાન મળ્યું નથી. આ સિવાય ગિલને પણ તક મળી નથી. ઓસ્ટ્રેલિયામાં સારું પ્રદર્શન કરનાર નીતિશ કુમાર રેડ્ડીને પણ ટી20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈજાના કારણે રિયાન પરાગને ટીમમાં તક મળી નથી.
ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝ માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ (વાઈસ કેપ્ટન), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર).
T20 સિરીઝનું ટાઈમટેબલ
તારીખ
|
મેચ | સ્થળ | |
1 |
22 જાન્યુઆરી 25, બુધવાર | સાંજે 7:00 વાગ્યે પહેલી T20 | કોલકાતા |
2 | 25 જાન્યુઆરી 25, શનિવાર | સાંજે 7:00 વાગ્યે | ચેન્નાઈ |
3 | 28 જાન્યુઆરી 25, મંગળવાર | સાંજે 7:00 વાગ્યે | રાજકોટ |
4 | 31 જાન્યુઆરી 25, શુક્રવાર | સાંજે 7:00 વાગ્યે | પુણે |
5 | 02 ફેબ્રુઆરી 25, રવિવાર | સાંજે 7:00 વાગ્યે | મુંબઈ |