હાર્દિક પંડ્યા અને જાહ્નવી કપૂરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. બંનેના ડેટિંગના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ આ તસવીરો અંગે વિવિધ દાવા કરી રહ્યા છે. જાણો શું છે આ તસવીરો પાછળનું સાચું સત્ય.
હાર્દિક પંડ્યા-જાહ્નવી કપૂરનો ફોટો વાયરલ
સોશિયલ મીડિયા પર દિવ્યા કુમારીએ હાર્દિક પંડ્યા અને જાહ્નવી કપૂરની ચાર તસવીરો શેર કરી અને લખ્યું છે કે ‘હાર્દિક પંડ્યા અને જાહ્નવી કપૂર માલદીવના બીચ પર ઉજવણી કરી રહ્યા છે, શું આ સમાચાર સાચા છે મિત્રો? આ તસવીરોમાં હાર્દિક અને જાહ્નવી કપૂર બીચ પર સાથે જોવા મળી રહ્યા છે. જે બાદ ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે.
જાણો શું છે સત્ય
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ તસવીરો ફેક છે. બોલીવુડ સોંગ નામના ફેસબુક પેજ પર બંનેના ફોટા શેર કરવામાં આવ્યા હતા. ફેસબુક પેજ પર તસવીર શેર કરતી વખતે લખવામાં આવ્યું હતું કે જાહ્નવી કપૂર અને હાર્દિક પંડ્યાના માલદીવ વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. બંને માલદીવના સુંદર દરિયાકિનારા પર મસ્તી અને આરામ કરતા જોવા મળ્યા. જાહ્નવીએ તેના ગ્લેમરસ બીચ વેર લુકથી ફેન્સના દિલ જીતી લીધા, તો હાર્દિક કેઝ્યુઅલ અને સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળ્યો.
જાણો શું આ વાયરલ તસવીરનું સત્ય
હાર્દિક પંડ્યા અને જાહ્નવી કપૂરનો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો ફોટો AI દ્વારા જનરેટ કરવામાં આવ્યો છે અને તે ખોટો દાવો છે. આ ફોટો બંને સ્ટાર્સનો અસલી ફોટો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ તે એડિટેડ અને એઆઈ દ્વારા બનાવેલી બનાવલો છે. આ પહેલા પણ ઘણા ક્રિકેટરો અને બોલીવુડ એક્ટ્રેસના આવા ફોટા વાયરલ થયા છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને તેના આધારે આ સમાચાર લખવામાં આવ્યા છે, સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.
Source link