અભિનેતા સૈફઅલી ખાન હાલ ખતરાથી બહાર છે. તેઓ આઇસીયુમાં છે. તેના ઘરમાં ચોરીના ઇરાદે આવેલા અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરાતા સેફઅલીખાન ઘાયલ થયો છે. સૈફઅલી ખાનની કરોડરજ્જુની પાસે અઢી ઇંચનો તીક્ષ્ણ હથિયારનો ટુકડો મળી આવ્યો છે. ત્યારે આ તો વાત થઇ હાલની સ્થિતિની પરંતુ નવાબ ગણાતા સૈફઅલી ખાન પાસે લક્ઝુરિયસ કારનો ખજાનો છે. તેમના ગેરેજમાં મર્સિડીઝ બેંઝ, ઑડી, બીએમડબલ્યુ તથા ફોર્ડ જેવી વૈભવી કાર્સનો સમાવેશ થાય છે. ત્યારે આવો જાણીએ સૈફઅલીખાન પાસે કઇ કાર છે અને તેની કિંમત શું છે.
BMW 7 સિરીઝ
તાજેતરના વર્ષોમાં વિક્રમ વેદા અને આદિપુરુષ જેવી મોટી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા સૈફ અલી ખાન પાસે એક લક્ઝરી સેડાન BMW 7 સિરીઝ પણ છે, જેની કિંમત 2 કરોડ રૂપિયા છે.
રેન્જ રોવર એસયુવી
સૈફ અલી ખાનને પહેલેથી જ મોંઘી કારનો શોખ રહ્યો છે. હાલમાં પણ તેઓ એકબાદ તેમના કલેક્શનમાં નવી કાર એડ કરતા જાય છે. 54 વર્ષીય સૈફ પાસે વિશ્વની પ્રિય SUV રેન્જ રોવર પણ છે, જેની કિંમત ૩ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
ઓડી R8
મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહેલા અભિનેતા સૈફ અલી ખાન પાસે ઓડી સ્પોર્ટ્સ કાર R8 પણ છે જેની કિંમત 3 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
ડિફેન્ડર
ગયા વર્ષે, સૈફ અલી ખાને લેન્ડ રોવર ડિફેન્ડર SUV ખરીદી હતી, જેની કિંમત 1.5 કરોડ રૂપિયાથી વધુ છે.
મર્સિડીઝ બેન્ઝ S-350D
સૈફ અલી ખાન જે આ વર્ષે ફિલ્મ જ્વેલ થીફમાં જોવા મળવાનો છે, તેની પાસે મર્સિડીઝ બેન્ઝ S-350D લક્ઝરી કાર પણ છે જેની કિંમત 2.5 કરોડ રૂપિયાથી વધુ છે.
ફોર્ડ મસ્ટાંગ શેલ્બી GT500
સૈફ અલી ખાનને સ્પોર્ટ્સ કારનો પણ ખૂબ શોખ છે અને તેમના ગેરેજમાં ફોર્ડ મસ્ટાંગ શેલ્બી GT500 પણ છે, જેની કિંમત લગભગ 1 કરોડ રૂપિયા છે.
જીપ ગ્રાન્ડ ચેરોકી SRT
સૈફ અલી ખાનની લક્ઝરી કારની યાદીમાં એક મોટું નામ જીપ ગ્રાન્ડ ચેરોકી એસઆરટી છે, જેની કિંમત 1.25 કરોડ રૂપિયા છે.
ઓડી Q7
સૈફ અલી ખાન પાસે એક લક્ઝરી 7 સીટર કાર Audi Q7 પણ છે, જેની કિંમત 1 કરોડ રૂપિયા છે.
જીપ રેંગલર
1993માં ફિલ્મ પરંપરાથી હીરો તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર સૈફ અલી ખાન પાસે એક જીપ રેંગલર એસયુવી પણ છે, જેની કિંમત 80 લાખ રૂપિયા છે.
Source link