બોલિવૂડ અભિનેતા સૈફ અલીખાન હાલ લીલાવતી હોસ્પિટલમાં એડમિટ છે. જો કે રાહતના સમાચાર એ છે કે તેઓ હાલ ખતરાની બહાર છે. તેમની સર્જરી સફળતા પૂર્વક પૂર્ણ થઇ ગઇ છે. આ માહિતી સૈફઅલી ખાનની ટીમ દ્વારા આપવામાં આવી છે. તેઓ હાલ આઇસીયુમાં છે. મહત્વનુ છે કે આજે મોડી રાત્રે બાંદ્રા સ્થિત તેમના ઘરમાં અજાણ્યો શખ્સ ઘૂસી આવ્યો હતો. ઘરની નોકરાણી સાથે તેણે ઝઘડો કર્યો હતો જેમાં સૈફઅલી ખાન વચ્ચે પડતા તેની પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે સૈફ અલીખાન અને કરીના કપૂરની ટીમનું એક સ્ટેટમેન્ટ બહાર આવ્યું છે.
ટીમ કરીના કપૂરે શેર કર્યુ અપડેટ
સૈફની પત્ની અભિનેત્રી કરીના કપૂર ખાને તેમની ટીમ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન દ્વારા પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો છે. જેમાં પરિવારની સલામતીની પુષ્ટિ કરવામાં આવી છે. ટીમ દ્વારા કહેવામાં આવ્યું કે ગઈકાલે રાત્રે સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના ઘરમાં ચોરીનો પ્રયાસ થયો હતો. સૈફના હાથ પર ઈજા થઈ હતી જેના માટે તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારના બાકીના સભ્યો સ્વસ્થ છે. અમે મીડિયા અને ચાહકોને વિનંતી કરીએ છીએ કે તેઓ ધીરજ રાખે અને વધુ અટકળો ન કરે કારણ કે પોલીસ પહેલેથી જ તેમની યોગ્ય તપાસ કરી રહી છે. તમારી ચિંતા બદલ આપ સૌનો આભાર.
સૈફ અલી ખાન ખતરામાંથી બહાર- ડોક્ટર
લીલાવતી હોસ્પિટલના ડૉ. જલીલ પારકરે પુષ્ટિ કરી હતી કે સૈફ પર છ વાર છરાના ઘા કરવામાં આવ્યા હતા, જેમાં બે ઊંડા ઘા હતા, જેમાંથી એક તેની કરોડરજ્જુની નજીક ખતરનાક રીતે હતો. ન્યુરોસર્જન ડૉ. નીતિન ડાંગે અને કોસ્મેટિક સર્જન ડૉ. લીના જૈનની આગેવાની હેઠળની એક વિશેષ ટીમે સર્જરી કરી હતી. “સૈફ હવે સ્વસ્થ થઈ રહ્યો છે અને નિરીક્ષણ હેઠળ છે,” ડૉ. પારકરે જણાવ્યું હતું.
ક્યાં હતી કરીના કપૂર ?
મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે ઘુસણખોરની ઓળખ માટે તપાસ શરૂ કરી છે. લૂંટ પાછળનો હેતુ હજુ સ્પષ્ટ નથી પરંતુ પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે હિંસક અથડામણમાં સૈફ ઘાયલ થયો હતો. કરીના કપૂરની ગઈકાલ સાંજની સોશિયલ મીડિયા પ્રવૃત્તિ સૂચવે છે કે તે હુમલા સમયે ઘરે ન હોઈ શકે, કારણ કે તે બહેન કરિશ્મા કપૂર અને મિત્રો સોનમ કપૂર અને રિયા કપૂર સાથે ડિનરમાં હાજરી આપી રહી હતી.
Source link